Tuesday, 9 August 2011

હેલ્ધી હાર્ટ જોઈએ છે તો આટલી સાવધાની રાખવી જ પડશે!

આજના દોડભાગવાળા જીવન અને કામકાજના દબાણને કારણે તણાવમાં વધારો જ થાય છે જે તમારા હૃદયને વહેલા મોડે નુકશાન કરે છે. માટે આ બાબતની ગંભીરતા સમજીને આપણે સ્વસ્થ રહેવુ જોઈએ અને તણાવ પર કાબુ કરવો જોઈએ. આપણે આપણા જીવનમા અમુક સામાન્ય બદલાવ લાવીને સ્વસ્થ રહી શકીએ છીએ.

તો ચાલો આટલી વાતોનું ધ્યાન રાખીએ અને સ્વસ્થ રહીએ....

ધૂમ્રપાન છોડો

ધૂમ્રપાનથી આયુષ્યમાં 15થી 25 વર્ષનો ઘટાડો થાય છે. માટે જો તમે ધૂમ્રપાન કરતા હોવ તો વહેલી તકે છોડી દેજો. તેનાથી કેન્સર જેવી બીમારીઓ તો થાય છે પણ તમારા હ્રદયને પણ નુક્શાન થાય છે.

હાસ્ય ઉત્તમ ઓસડ

હાસ્ય ગમે તે સમયે તમારા માટે ચમત્કાર સર્જી શકે છે. તણાવને દૂર કરવાનો એક સરળ અને હાથવગો રસ્તો છે, હાસ્ય જે તમને હળવાશનો અહેસાસ કરાવશે.

ધ્યાન રાખો વારસાગત તો નથી ને..!

જો તમારા પરિવારમાંથી કોઈને પણ હૃદયની બિમારી કે તકલીફ હશે તો તમને પણ તે થઈ શકે છે, કારણ કે આ વારસાગત પણ હોય છે. જો એવું હોય તો પહેલેથી જ તકેદારી રાખો

તણાવને કાબૂમાં રાખો

જો તમને એવુ લાગે કે તણાવ તમારા પર હાવી થઈ ગયો છે તો યોગ અથવા ધ્યાન કરો. રજાઓ ગાળવા જાઓ. તણાવ એ હૃદય રોગનુ મહત્વનુ કારણ છે.

તમારુ વજન વધવા ન દો

શરીર પર ચરબીના વધારે પડતા થર તમારા સ્વાસ્થ્યને બહુ જ ખરાબ અસર પહોંચાડી શકે છે. તમારા ખોરાકમાં નાના પણ સ્વાસ્થ્યવર્ધક બદલાવ કરો.

શરાબનુ સેવન ન કરો

વધુ પડતુ શરાબનુ સેવન તમારા હૃદયના સ્નાયુઓને નુકશાન કરી શકે છે, તેના કારણે બ્લડ પ્રેશર પણ વધે છે અને વજન પણ વધારે છે. માટે શરાબનુ સેવન ઘટાડો અથવા ઓછુ કરો.

સ્વસ્થ ખોરાક લો

-સમતોલ આહાર લેવાનો પ્રયત્ન કરો. તાજા ફળો અને શાકભાજી ખાઓ, સ્ટાર્ચવાળો ખોરાક લો.

-તમારુ બ્લડ પ્રેશર, સુગર અને કોલેસ્ટેરોલની તપાસ કરતા રહો

-નિયમીત મેડિકલ ચેક અપ કરાવતા રહો, જેથી હૃદય સંબંધિત કોઈ પણ તકલીફ હોય તો આગોતરી જાણકારી મળી જાય.

સક્રિય બનો

દરરોજ લગભગ 30 મિનીટ સુધી કસરત કરો. કસરત કરવાથી માત્ર તમારુ હૃદય જ નહીં પણ માનસિક સ્વાસ્થ્ય પણ સારુ રહે છે. કંઈ નહીં તો દરરોજ સવારે અથવા સાંજે 30 મિનીટ ચાલવા જાઓ.

મીઠું ઓછુ ખાઓ

વધારે પડતુ મીઠું તમારુ બ્લડ પ્રેશર વધારી શકે છે જેના કારણે હૃદય રોગ થવાની શક્યતાઓ વધે છે.

No comments:

Post a Comment