ફેંગશુઇની પવનઘંટી ( વિંડ ચાઇમ્સ) આ દિવસોમાં સર્વાધિક ચલન છે. ફેંગશુઇના અનુસાર જ્યારે હવાથી ઘંટીઓ વાગે તો તે ઘરમાં સુખ - સમૃદ્ધિ આવે છે તથા અનેક વાસ્તુદોષ સમાપ્ત થાય છે.અહીં નીચે ફેંગશુઇના અમુક ટિપ્સ આપવામાં આવ્યા છે, જે તમારા ઘરને વધુ સમૃદ્ધશાળી બનાવે છે.
1- પાંચ સળિયાવાળી વિંડ ચાઇમ્સનો પ્રયોગ અધ્યયન કક્ષમાં લગાવાથી ત્યાંના દરેક વાસ્તુ દોષ સમાપ્ત થાય છે.
2- છ સળિયાવાળી વિંડ ચાઇમ્સને ડ્રોઇંગ રૂમમાં લગાડો.આનાથી સકારાત્મક ઊર્જા નીકળે છે તથા તે પુરા ઘરમાં ફેલાય છે.
3- સાત સળિયાવાળી વિંડ ચાઇમ્સને છોકરાઓના રૂમમાં લટકાવવી જોઇએ. આ શુભ હોય છે.
4 - આઠ સળિયાવાળી વિંડ ચાઇમ્સનો પ્રયોગ કાર્યાલયમાં કરવો શ્રેષ્ઠ છે.
5 - જો પરિવારના સભ્યોને વારંવાર નિરાશાનો સામનો કરવો પડી રહ્યો હોય તો ડ્રોઇંગરૂમમાં નવ સળિયાવાળી વિંડ ચાઇમ્સ લગાડવી જોઇએ. આનાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.
No comments:
Post a Comment