આમ,તો મુળ રીતે ફેંગશુઇ એ ચીની વાસ્તુ શાસ્ત્ર ને કહે છે પરંતુ તેના સકારાત્મક પરિણામો જોઇને ભારતમાં પણ તેનું પ્રચલન વધી ગયું છે.
ફેંગશુઇ ના અનુસાર લૉફિંગ બુદ્ધા ની મુર્તિ એ સુખ સમૃદ્ધિ લાવનારી માનવામાં આવે છે.આ મુર્તિને સામાન્ય રીતે ઘરના મુખ્ય દ્વાર ની સામે લોબી કે ડ્રોઇંગ રૂમમાં આ મુર્તિને રાખવામાં આવે છે.
- લૉફિંગ બુદ્ધા મુર્તિનું મુખ હંમેશા મુખ્ય દ્વાર ની સામે હોવું જોઇએ અને અમુક ઊંચાઇ સ્થાન પર સ્થાપિત કરો કે પ્રવેશતાંવેત જ દેખાઇ દે.
- આ મુર્તિ સકારાત્મક ઊર્જાનું પ્રતીક હોય છે.તેનો હસતો ચહેરો ઊર્જાનું પ્રતીક છે.
- આ મુર્તિને શયનકક્ષ,રસોઇઘર,બાથરૂમ અને શૌચાલયમાં ના રાખવી જોઇએ.
- હસતા બુદ્ધા ની વિશે ખાસ માન્યતા એ છે કે તેને ખરીદવી જોઇએ નહિ,તેને ભેટમાં મળે તો સારૂં ગણાય છે.
- લૉફિંગ બુદ્ધા ને ઘરમાં રાખવું સૌભાગ્ય પ્રસિદ્ધિ અને સંતુષ્ટીનું સુચક છે.જેને જોતાં જ ચહેરા પર હાસ્ય રેલાઇ જાય છે.
- વુલૂ સાથે લૉફિંગ બુદ્ધા ઘણા રંગોમાં મળે છે,પરંતુ સૌથી વધારે મરૂન રંગના પસંદ કરવામાં આવે છે.તેની પીઠ પર લટકેલી લાકડીમાં ધનનું પોટલું પણ રાખે છે.
No comments:
Post a Comment