Related Articles
એવી માન્યતા છે કે કેસરવાળું દુધ પીવાથી શિશુનો રંગ ગોરો થાય છે, પરંતુ તેના ઘણા આયુર્વેદિક ગુણોને કારણે આ પરંપરા પ્રાચીન કાળથી ચાલી રહી છે.
કેસર એ એક એવી ઔષધિ છે જેનું અંગ્રેજી નામ સેફરન છે તે ગરમી આપનારી હોય છે.
આયુર્વેદના અનુસાર આના નિયમિત સેવનથી પિત્ત,કફ, પેટ સંબંધી અનેક મુશ્કેલીઓ જેવી કે અપચો, પેટમાં દર્દ,વાયુ વિકાર વગેરે થતા નથી.
ગર્ભવતી સ્ત્રી અને તેના બાળકને આ બીમારીઓના પ્રભાવથી બચાવા માટે કેસરનું સેવન કરાવવામાં આવે છે આ સાથે કેસર સામાન્ય મહિલાઓ માટે પણ બહુ જરૂરી છે. આમાં સ્ત્રીઓમાં અનિયમિત સ્ત્રાવ અને તે સમય દરમિયાન થતા દુખાવામાં પણ રાહત આપે છે. જો કોઇ સ્ત્રીના ગર્ભાશયમાં સોજો હોય તો તે માટે કેસરનું સેવન ફાયદાકારક છે.
No comments:
Post a Comment