Friday, 12 August 2011

કુદરતે ખોબે ખોબે સુંદરતા બક્ષી છે આ જગ્યાને....!


-આ કુદરતી સુંદરતાથી ભરપુર ધોધ 'પાતાલ પાણી'ની મુલાકાત એક વખત તો કરી જ લેજો

જી હાં આપણાં દેશમાં એવા કેટલાંયે સ્થળો છે જેની રમણિયતા એટલી સુંદર છે કે જાણે ભગવાને જાતે ઉતરીને તેને શણગારી ન હોય.

એવી જ આ એક જગ્યા છે જેની સુંદરતા જોઈ આપ પણ રોમાંચિત થઈ જશો. મધ્ય પ્રદેશમાં આવેલી આ કુદરતી સૌદર્યથી ભરપુર જગ્યા એટલે કે પાતાલ પાણી.

આ એક પ્રખ્યાત પિકનીક સ્પોટ પણ છે. અહીં આવેલા વોટર ફોલ (ધોધ)ની ઉંચાઈ આશરે 300 ફુટ જેટલી છે. એટલું જ નહીં આ ઉંડા કુંડની ઉંડાઈ તો કળી શકાય એમ છે જ નહીં તેથી તો તેને પાતાળ પાની કહેવામાં આવે છે.

ઉનાળાની સિઝનમાં આ વોટર ફોલ મોટેભાગે સાવ સુકાઈ જાય છે અહીંનો નજારો જોવાનો ઉત્તમ સમય ઓગષ્ટ સેપ્ટેબરની સિઝનમાં છે. વરસાદની સિઝનમાં અહીંનું સૌદર્ય જાણે બારે કળાએ ખીલી ઉઠે છે.

ક્યાં આવેલું છે- ઈંદોર-ખંડવા જતાં રસ્તામાં આવે છે આ જગ્યાં તમે જો ટ્રેન દ્વારા મુસાફરી કરતાં હોવ તો પાતાલ પાની નામનું સ્ટેશન જ છે. ત્યાંથી સૌથી નજીક જગ્યા છે મહુ. આ એક મિલેટ્રી ટ્રેનિંગ એકેડમી પ્લેસ છે એક નાનકડું ટાઉન પણ તમે કહીં શકો.

અહીં ભારત દેશનાં દરેક જવાને તેની ટ્રેનિંગ માટે આવવું પડે છે. તેથી જો તમે આ સ્થળની મુલાકાતે જતાં હોવ તો તમે મહુ પણ જઈ શકો છો.તમે મહુથી તમારું પર્સનલ વિહીકલ લઈને પણ ત્યાં જઈ શકો છો. પણ આપને ટ્રેનની જર્ની વધુ મનોરંજક અને રોમાંચક લાગશે.

ફરવા આવવાનો સૌથી સુદંર સમય- તમે ચોમાસાની સિઝન એટલે કે ઓગષ્ટ, સેપ્ટેંબરમાં આ જગ્યાની મુલાકાત લઈ શકો. આ સમયે તેનું કુદરતી સૌદર્ય જેટલું સુંદર હોય છે ક્યારેક તેટલું વિકરાળ પણ હોય છે

સાવધાન- છેલ્લા ઘણા સમયથી આ સુંદર જગ્યા તેનું વિકરાળ સ્વરૂપ બતાવી રહીં છે. દર વર્ષે ઘણાં લોકો આ સ્થળની મુલાકાતે આવે છે અને પાણીના ધસમસતા પ્રવાહમાં પોતાનો જીવ ગુમાવી દે છે. તેથી હાલમાં આ પિકનીક સ્પોટનો ચાર્મ ઓછો થઈ ગયો છે. અહીં વસતા લોકો આ પાણીને જીવલેણ પાણી માને છે.

થોડા દિવસો પહેલાં 17 જૂલાઈ 2011એ એક પરિવારનાં 5 સભ્યો આ સ્થળની મુલાકાતે આવ્યાં હતાં તેમાંથી 2 વ્યક્તિઓ આ ધસમસતા પ્રવાહમાં તણાઈને મૃત્યુ પામ્યાં હતાં.
જોકે આ બધી જ માન્યતાઓ છે અહીં જો સાવધાની સાથે ફરવા આવવામાં આવે તો અહીંનો નજારો જોવા ઘણો જ અહલાદક છે.
 

 

 

 

 
 

 

No comments:

Post a Comment