Sunday, 7 August 2011

દિવેલમાં છૂપાયું છે સૌંદર્યનું રાઝ!

આપણે સોગીયા, દુઃખી મ્હોવાળા માટે ‘‘દીવેલીયું ડાચુ’’ શબ્દ વરસોથી આપણે ત્યાં પ્રચલિત છે પણ આ ભલભલાનાં હતાશા, નિરાશા, દુઃખદર્દ દૂર કરી નાંખનાર ‘‘દીવેલ’’ બહુમુખી પ્રતિભા ધરાવે છે. દીવેલ, એરંડીયું, એરંડતેલ, કેસ્ટર ઓઈલ, નામે પણ ઓળખાય છે. દીવેલનો ઉપયોગ પ્રકાશ પ્રાપ્તિ, અગ્નિ પ્રગટાવવા, સોનીઓ માટે, ઔષધ કે દવા સ્વરૂપે, અનાજ કઠોળની જાળવણી માટે લોખંડના શસ્ત્રો યંત્રોની જાળવણી માટે, ધંધાકીય ગૃહવપરાશની ચીજોનાં નિર્માણમાં, સૌન્દર્ય પ્રસાધનો નિર્માણમાં પણ સહાયક પદાર્થ રૂપે થાય છે.
કેશ તેલ વિશેષ રૂપે બનાવવા માટે તલના તેલમાં કોપરેલ તથા દીવેલ ઉમેરવામાં આવે છે જેથી કેશતેલ વઘુ ગુણકારી બને છે. દીવેલ નાખેલ તેલ વાળમાં વઘુ સમય સુધી ટકી રહે છે. આનાથી વાળ કાળા, લાંબા, ચમકતા બની શકે છે.
ઘરે પરંપરાથી ‘કાજળ’ બનાવતા લોકો કાજળ (મેંશ) બનાવવા માટે દીવેલ તેલનો દીવો કરી તેની જ્યોતથી થોડેક ઉપર વાસણ મુકીને કાજળ (મેશ) એકત્ર કરાય છે. તે મેશમાં ગાયનું ઘી તથા કપુર મેળવીને આંખોનું ગુણકારી કાજળ બનાવાય છે. આજે પણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં આ પરંપરાગત રીતથી કાજળ બનાવાય છે. આજકાલની મોર્ડન પ્રસાધનો વાપરતા યુવાવર્ગ પણ કાજળનાં ગુણ જાણીને ‘‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ’’ જાણીને કાજળમાં કમબેક થઈ ફેશનેબલ બનવા લાગ્યા છે.
હાથ પગનાં ચીરા, વાઢીયા, હોઠપરનાં ચીરા, ત્વચા પરની કરચલીઓ વગેરે દેહનાં સૌન્દર્યનો નાશ કરે છે. આવા સમયે દીવેલ તેલને થોડુંક ગરમ કરી તેમાં કોપરેલ કે તલનું તેલ મેળવીને માલીશ કરી શકાય. જેથી સમસ્યાઓમાં રાહત મળે છે. હાથ, પગ, હોઠ વગેરે ફરીથી સુંદર બને છે. ‘સૌન્દર્ય પ્રસાધનો બનાવવા અને સૌન્દર્ય રક્ષા કરવામાં ઉપયોગી છે.’
ઘણાં યુવાનોને દાઢી-મૂછનાં વાળ આવવામાં ઓછપનો પ્રશ્ન સતાવતો હોય છે. વ્યક્તિત્વ માટે નવાં નવાં ફેશનેબલ ડીઝાઈનર દાઢી મૂંછની ભળીભાતની ફેશનો જ્યારે પૂરબહારમાં ચાલતી હોય ત્યારે આછેરા વાળની સમસ્યાના ઉકેલ માટે પણ પ્રચલિત દીવેલ પ્રયોગ અપનાવવા જેવો છે રોજ રાત્રે સૂતી વખતે ગરમ દૂધમાં ૨ ચમચી દીવેલ પીવાનું અને દીવેલ તેલને જરા ગરમ કરી હોઠ અને ગાલ, દાઢીવાળા ચહેરાનાં ભાગ પર હળવા હાથે માલીશ કરવું. આવા પ્રયોગથી ઘણાં લોકોને ફાયદો થયેલ છે. ઓછી આઇબ્રો, ઓછઈ પાંપણના પ્રશ્ને પણ આવો પ્રયોગ કરી શકાય. દીવેલ પીવાથી પુરુષ અને સ્ત્રીઓના હોર્મોન્સ ગ્રંથિઓમાં સ્ત્રાવ વધે છે. તેમનો અટકેલો વિકાસ ફરી શરું થાય છે તેથી ન ઊગતા વાળ ઊગે છે. યુવાની જલ્દી ન આવતી હોય. બગલ, પેઢુના ભાગ પર યુવાની દર્શક વાળ ન ઉગતા હોય ત્યારે દીવેલ ચમત્કાર કરી શકે છે. દરેકે પોતાની શારીરિક પ્રકૃતિ પ્રમાણે નિષ્ણાંત લોકોની દેખરેખ હેઠળ પ્રયોગો કરવા.
ભાતભાતનાં ફેશનેબલ પગરખાઓ લોકો પહેરે છે. કોક વાર નવાં પગરખાને કારણે પગમાં ‘‘ડંખ’’ પડવાની તકલીફ થાય છે. આ પ્રક્રિયા તમારી ટોપ પોઝીશનમાં પંકચર પાડે છે. આવી સમસ્યા વેળાએ પહેલા તો નવાં પગરખા પહેંરવાનું બંધ કરો, જૂતાની જે જગાએ ડંખ પડેલ હોય ત્યાં જૂતાની અંદર દીવેલ લગાવવું રોજ થોડું થોડું દીવેલ ચોપડવું. જો પગ પર જૂતાનો ડંખ લાગેલ હોય તો જખમ પર રોજ દીવસમાં ૨ થી ૩ વાર દીવેલ ચોપડવું. ડંખથી પડેલ ફોલ્લો ફૂટી ગયો હોય તો પણ દીવેલ લગાવવું તેથી જખ્મ જલ્દી રૂંજાઈ જાય છે. આ લોકવૈદકનો પ્રસિદ્ધ ઉપાય છે. જે આજની યુવા પેઢીનાં નોલેજ પાવરમાં વધારા માટે ખાસ જરૂરી છે.
એવું યુવા આયુ ફીઝીશનયનો અનુભવ જાણવા જેવો છે. દર્દની સારવાર માટે આવેલ દર્દીઓ સાથે તેઓ વાતો કરતા હતા. એક જીન્સ, ટી-શર્ટ પહેરેલા સ્માર્ટ, ચમકીલી ત્વચાવાળા યુવાન, કરચલી વગરનાં ચહેરાવાળા વૃદ્ધત્વની નિશાની વગરનાં વ્યક્તિ સાથે વૃદ્ધત્વનાં અનેક લક્ષણોવાળા બહેનને જોઈને યુવા ડૉક્ટરે પૂછ્‌યું, ‘‘બોલો, આ તમારા મમ્મી છે ને ? બોલો શું તકલીફ છે ?’’ હવે પેલા યુવાન જેવી મસ્ત પર્સનાલીટીવાળા વ્યક્તિ બોલ્યા, ‘‘ભાઈ આ તો મારા પત્ની છે. મારા મમ્મી નથી.’’ પેલો યુવા ડૉક્ટર તો વાત સાંભળીને આશ્ચર્યચકીત થઈ ગયો. પેલા યુવા ડૉક્ટરે મોટી ઉંમરે ‘‘યુવાની’’ અંગેનું રહસ્ય સહજતાથી પૂછ્‌યું. પેલા ભાઈએ હસતા હસતા પોતાનું રહસ્ય ખોલીને પરંપરાગત આર્યુવેદનાં જ્ઞાનને વંદન કર્યા તેઓ એ જણાવ્યું કે હું નાનપણથી આશરે ૨ ચમચી જેટલું દીવેલ દૂધમાં વરસોથી નિયમીત રીતે પીવું છું. દીવેલ તેલનું નિયમિત માલીશ કરૂં છું. નાકમાં દીવેલનાં ટીપાં નાખું છું. આંખમાં દીવેલ આંજુ છું. માથામાં તથા મૂછે આજ તેલ ઘસું છું. દીવેલે જ સ્વસ્થ, સુંદર, દીર્ઘ યુવાજીવન આપ્યું છે ?

No comments:

Post a Comment