આજકાલના યુગલો તો જો કે ઘણા સમજદાર હોય છે પૈસાની બાબતે. તેઓ પોતાની કમાણી અને પોતાના ખર્ચા વહેંચી લેતા હોય છે. તેમ છતાં જો પરિવાર સાથે રહેતા હોવાથી ઘણીવાર પૈસાની બાબતે એકબીજાને ખોટુ લાગી જતુ હોય છે.
મર્યાદાથી વધુ ખર્ચો ન કરો: આમ તો તમે તમારી જરૂરિયાતો લોન અને ક્રેડિટ કાર્ડ દ્વારા પૂરી કરી શકો છો. છતા જો માત્ર મોજમજા માટે શોપિંગ કરતા હોવ તો પહેલા પોતાની બચત જોઈ લો. બની શકે તેટલા નકામા ખર્ચાઓને ટાળો પણ હા તેનો અર્થ નથી કે તમે કંજૂસી કરો.
આવક અને ખર્ચની નોંધ રાખો:હકીકતમાં આવક હંમેશા ફિક્સ જ હોય છે પણ ખર્ચાઓ જ શેર માર્કેટની જેમ ઉપર નીચે થતા રહે છે. માટે તમારી આવક અને ખર્ચ વચ્ચે બને તેટલુ સમતોલન જાળવી રાખો. દર મહિને અપેક્ષિત ખર્ચાની યાદી બનાવો જેથી કેટલી બચત કરી શકાશે તેનો અંદાજ આવી શકે.
ક્રેડિટ કાર્ડની લિમિટ:તમારી પાસે ઘણા ક્રેડિટ હશે જે તમે જરૂરિયાતના સમયે વાપરી શકો છો. પણ આ ક્રેડિટ કાર્ડ સાચે જ શેતાન કરતા ઓછા ત્રાસદાયક નથી. શોપિંગ કરતી વેળાએ ખર્ચાનો અંદાજ નથી રહેતો અને વધુ નાણા ખર્ચાઈ જાય છે જે મહિનાના અંતે જ ખબર પડે છે. બની શકે તો ક્રેડિટ કાર્ડને બદલે ડેબિટ કાર્ડ જ વાપરો. વધારાના ખર્ચા પર આપોઆપ કંટ્રોલ આવી જશે.
બજેટ બનાવો: તમારી આવક અનુસાર તમે બન્ને પોતાનુ બજેટ બનાવો. દર મહિનાના ખર્ચાની ગણતરી કરીને બચત માટેની રકમ બાજુ પર રાખી દો. આ બચતમાંથી તમે તમારા વધારાના અને અચાનક આવી પડેલા ખર્ચાઓને પૂરા કરી શકો છો.
એન્ટરટેઈનમેન્ટ એક્સપેન્ડિચર: બહાર ફરવા જવુ, સાથે રજાઓ ગાળવી સૌને ગમતી હોય છે. પણ બની શકે તો સમજદારીથી કામ લો. જરૂરી નથી કે દરેક જગ્યાએ દરેક વખતે તમે 5 સ્ટાર હોટલમાં જ રોકાવ, દરેક જગ્યાએ પ્લેનમાં જ મુસાફરી કરો. 3 સ્ટાર હોટલમાં રહી શકો છો, ટ્રેઈનમાં મુસાફરી કરવાથી એકબીજા સાથે લાંબો સમય ગાળી શકો છો.
No comments:
Post a Comment