Wednesday, 17 August 2011

શું તમે બદામનો આ ફાયદો જાણો છો?

 
જો તમે શરદી અને ફ્લૂને દૂર ભગાડવા માંગતા હો તો દરરોજ બદામનું સેવન કરો. એક નવા અભ્યાસ પ્રમાણે બદામનું સેવન શરીરને વાયરલ સંક્રમણ સામે લડવામાં મદદરૂપ થાય છે.

ઈન્સ્ટીટ્યુટ ઓફ ફૂડ રિસર્ચ, નાર્વિચ અને ઈટાલીના પોલીક્લિનિક સંસ્થાનના સંશોધકોએ જાણ્યું કે બદામના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વિકસે છે, જેનાથી વાયરલ સંક્રમણનો સામનો કરવામાં મદદ મળે છે.

અધ્યયન પ્રમાણે બદામના બહારના હિસ્સામાં રહેલા તત્વથી સફેદ રક્ત કોશિકાઓની ક્ષમતા વધે છે. સાથે જ બદામના કારણે રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તેનાથી ફ્લૂ અને શરદી જેવા રોગોના વાયરસો પર કાબુ મેળવવામાં પણ સરળતા રહે છે.

તેમણે જણાવ્યું છે કે હજુ એ જાણી શકાયું નથી કે કેટલી માત્રામાં બદામનું સેવન કરવું જોઇએ, પરંતુ એ સ્પષ્ટ થયું છે કે નિયમિત સેવનથી લોકોને સ્વસ્થ રહેવામાં મદદ મળે છે. આ રીપોર્ટ ધ ટેલીગ્રાફમાં પ્રકાશિત થયો હતો.

No comments:

Post a Comment