Tuesday, 16 August 2011

ઓફિસમાં કામ કરશો તો તમારા દિમાગને થશે આવી અસરો...




શું તમે સુસજ્જિત ખુલ્લી ઓફિસમાં કામ કરો છો ? જો આવું છે તો તમારા માટે એક ચોંકાવનારી ખબર છે...વૈજ્ઞાનિકોનું માનવું છે કે આવી સ્થિતિમાં કામ કરવાથી તમારા દિમાગ પર તો અસર પડે જ છે સાથે સાથે તમારી ઉત્પાદકતામાં પણ કમી આવી જાય છે.

એક નવા અધ્યયનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આધુનિક ઓફિસોની હલચલથી ત્યાંથી કામ કરાનારા ઓફિસરોની સ્થિતિમાં 32 ટકા જેટલી કમી આવે છે. જ્યારે તેમની ઉત્પાદકતામાં 15 ટકા સુધી ઉલ્લેખનીય કમી આવે છે.સંશોધનકર્તાઓના હિસાબે ખુલ્લી ઓફિસોમાં કામ કરનારા કર્મચારીઓના દિમાગમાં અવાંછિક ગતિવિધિઓ પેદા થાય છે.

"ધ ટેલિગ્રાફ" માં પ્રકાશિત થયેલી ખબરો પ્રમાણે સ્વચ્છ અને કાગળ વગરના ટેબલથી પણ કર્મચારીઓના દિમાગ પર આ જ પ્રકારની અસરો જોવા મળે છે. સંશોધનકર્તા ડો. જૈક લેવિસે જણાવ્યું કે ખુલ્લા કાર્યાલયોમાં નિર્માણ એ કારણોસર કરવામાં આવે છે કે ત્યાં લોકોની અવરજવર આસાનીથી થઇ શકે છે અને એકબીજા સાથે આસાનીથી સંવાદ થઇ શકે છે. પરંતુ ખરેખર એવું નથી.

તેઓએ જણાવ્યું કે જો તમે તમારા કોઇ કામમાં વ્યસ્ત હોય અને તે સમયે આસપાસ ટેલિફોનની ઘંટડી વાગે છે તો તમે તે ચીજ પર એકાગ્ર થઇ રહ્યા હોય તેની એકાગ્રતા બરબાદ થઇ જાય છે. આવા સમયે તમે તેનાથી અવગત ના પણ હોય પરંતુ તમારૂ દિમાગ આવી ચીજો પર ધ્યાન આપવા લાગે છે અને તે જે તે કામ પરથી ભટકી જાય છે.

એક્ઝીટર વિશ્વવિદ્યાલયના એક મનોવૈજ્ઞાનિક ડો. ક્રેગ નાઇટ જણાવે છે કે આધુનિક ઓફિસોમાં લોકોને કામ કરવા માટે તૈયાર કરવામાં આવેલા ટેબલ અને દિવાલો પર પોતાના મનપસંદ સજાવટની છૂટ નથી મળતી અને આ કારણોસર કર્મચારીઓને મદદ નથી મળતી. જો કર્મચારીઓને પોતાના કાર્યસ્થળને પસંદ મુજબ ઢાળવાની છૂટ આપી દેવામાં આવે તો તેમના પ્રદર્શનમાં સુધારો આવી શકે છે.

No comments:

Post a Comment