જી હાં આપને જાણીને નવાઈ લાગશે કે આપનું વધારે પડતું વજન ઘણી વખત તમારા સંબંધોની આડે આવી શકે છે. આ કારણે તમારો બોયફ્રેન્ડ તમને છોડી પણ શકે છે.
હાલમાં જ થયેલાં એક સર્વે પ્રમાણે ઘણાં પુરૂષોએ તેમની ગર્લફ્રેન્ડને એ કારણે ડમ્પ કરી હતી કારણકે તેનું વજન વધારે હતું અને તેથી તેમને તેનામાં ઈન્ટરેસ્ટ ઓછો થઈ ગયો હતો.
યુએસનાં 70000 પુરૂષો પર કરવામાં આવેલા સર્વેમાંથી 48 ટકા પુરૂષોએ તેમનાં સંબંધો તુટવા પાછળ તેમની ગર્લફ્રેન્ડના વધતા વજનને ગણાવ્યું હતું. એટલું જ નહીં 32 ટકા પુરૂષોએ જણાવ્યું હતું કે તેઓ હાલમાં પણ તેમની ગર્લફ્રેન્ડને તેના વધતા વજન બાબતે ટોકે છે. જ્યારે આ સર્વેમાં ફક્ત 20 ટકા સ્ત્રીઓએ કહ્યું હતું કે તેઓ વધતા વજનને કારણે તેમના બોયફ્રેન્ડને છોડી દેશે.
આ સર્વે આસ્ક મેન.કોમનાં એડિટર ઈન ચિફ જેમ્સ બાસિલે આ સર્વે કરાવ્યો હતો. પુરૂષોએ જણાવ્યું હતું કે તેઓને હોટ એન્ડ સેક્સી ફિગર ધરાવતી છોકરીઓ વધુ પસંદ હોય છે અને તેઓ ઈચ્છે છે કે તેમની ગર્લફ્રેન્ડ એવી જ હોય.
No comments:
Post a Comment