Friday, 12 August 2011

આપની કમરનો દુખાવો બની ગયો છે જીવલેણ? આટલું કરો


*આપના બેસવાના પોશ્ચરને સુધારો અને દરરોજ કસરત કરો ફરક તુંરત પડશે

કામના લાંબા કલાકો અને ભાગદોડ ભર્યા જીવનને કારણે શરીરના અમુક ભાગોમાં દુખાવો સામાન્ય બની ગયો છે. તેમા ખાસ કરીને ખભા અને કમરનો દુખાવો. કામના દબાણ અને વધતી જવાબદારીઓને કારણે તણાવ અને દુખાવામાં પરિણમે છે.

ખભા અને કમરના સાંધાના દુખાવો અને સ્નાયુઓમાં દુખાવો વધતો જાય ત્યારે નીચે આપેલી અમુક ટિપ્સને અનુસરવી.

- સુધારો પોશ્ચર:જ્યારે તમે બાજુ પર એટલે કે પડઘુ ફેરવીને સૂઓ ત્યારે જ તકિયો રાખો. તમારુ માથું અને શરીર એક જ સ્તર પર હોવા જોઈએ ખાસ કરીને સૂતી વખતે. પીઠ પર સૂતી વખતે તકિયો રાખીને સૂવાથી ઘણા લોકોને ગરદન અને પીઠનો દુખાવો થઈ જાય છે.

જ્યારે ખુરશીમાં બેસો ત્યારે તમારા ઉપરના શરીરને યોગ્ય રીતે રાખીને બેસવાની ટેવ પાડો. પીઠ ટટ્ટાર પણ હળવી રાખીને બેસો જેથી કમ્પ્યૂટરમાં જોવા માટે તમારે માથું આગળ ન લાવવું પડે. તમે ઈચ્છો તો ખોળામાં એક તકિયો કે ગાદી રાખી શકો છો.

- મસાજ:ખભા કે બેકનો જે ભાગ દુખતો હોય તેના પર મસાજ કરો. મસાજ કરવાથી શરીરના તે ચોક્કસ ભાગમાં ગરમી થાય છે અને રક્ત પરિભ્રમણ વધે છે અને દુખાવો ઓછો થાય છે.

- એક્સેસાઈઝ:શરીરના સ્નાયુઓ ખેંચવાની કસરત પીઠ અને ખભાના દુખાવામાં રાહત આપે છે. આ કસરતને ધીરે ધીરે અને અસરકારક રીતે કરવાની હોય છે જેથી દુખાવો ઘટવાને બદલે વધી ન જાય.

- તબીબી સારવાર:આ ઉપર જણાવેલો કોઈ ઉપાય અસર ન કરે તો વધારે સમય ન બગાડતા તમારે તમારા ડોક્ટરની સલાહ અને સારવાર લેવી જોઈએ. મોડું કરવાથી દુખાવો તો વધશે.

No comments:

Post a Comment