બટાટાના ચાહકો માટે આનંદના સમાચાર છે. બટાટા ખાવાથી વજન વધે છે એ માન્યતા ખોટી છે જે વ્યક્તિઓ તેમનું વજન ઘટાડવા ઈચ્છે છે તેમણે બટાટા ખાવાનું બંધ કરવાની જરૃર નથી. તાજેતરમાં હાથ ધરાયેલા અભ્યાસનું તારણ એવું દર્શાવે છે કે બટાટા ખાવાથી ઊલટાનું વજનમાં ઘટાડો થાય છે. વજન ઘટાડવા માટે કોઈ જાતનું અનાજ ખાવાનું બંધ કરવાનું કે નિશ્ચિત કર્યા મુજબ જ ડાયેટ કરવાનું પણ જરૃરી નથી, તેમાં ય ખાસ કરીને બટાટા ખાવાનું બંધ કરવાની જરૃર નથી તેવું કેલિફોર્નિયા યુનિર્વિસટીનાં બ્રિટ બર્ટન ફ્રીમેન જણાવે છે.
બટાટાનો ખોરાકમાં યોગ્ય રીતે મર્યાદિત ઉપયોગ કરવામાં આવે તો તેનાથી વજન વધતું નથી. વાસ્તવમાં તે વજન ઘટાડવા માટેના ડાયેટનો ભાગ બની શકે છે.
- એક મધ્યમ કદનાં બટાટામાંથી ૧૧૦ કેલરી શક્તિ મળે છે
અલગ અલગ રીતે પસંદ કરેલાં લોકોનાં ત્રણ ગ્રૂપ પાડીને તેમને અઠવાડિયામાં પાંચથી સાત બટાટા ખોરાકમાં આપવામાં આવતાં હતાં. આ ત્રણેય ગ્રુપનાં લોકોનાં વજનમાં પછીથી ઘટાડો થયોે હતો. અભ્યાસનાં તારણો મુજબ એક મધ્યમ કદનાં બટાટામાં ૧૧૦ કેલરી શક્તિ હોય છે જ્યારે કેળાં કરતાં તેમાં પોટેશિયમનું પ્રમાણ પણ વધારે હોય છે તેમાંથી ૪૫ ટકા વિટામીન-સી મળે છે અને ચરબી તેમજ સોડિયમ અને કોલેસ્ટરોલ હોતાં નથી.
No comments:
Post a Comment