Thursday, 18 August 2011

કેન્સરની ગાંઠને નેસ્તનાબૂદ કરતી રસીની શોધ

 
કેન્સરની ગાંઠ ઓગાળતી રસી તૈયાર કર્યાનો બ્રિટનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે. આ નવતર રસી રોગપ્રતિકારક શક્તિને એટલી હદે કાર્યક્ષમ કરે છે કે, તે કેન્સર શેલ્સને ખતમ કરે છે. વળી, તેઓ રસીની મર્યાદા બનાવતા કહે છે કે, આનાથી કેન્સર સાવ મટતું નથી. પરંતુ, દર્દી લાંબું જીવે જરૂર છે.

વૈજ્ઞાનિકોએ ઇન્જેક્શન દ્વારા શરીરમાં દાખલ કરવાની આ રસીનો પ્રયોગ લેબોરેટરી ઉંદરો પર કર્યો હતો. જેમાં, તેમને ધારી સફળતા મળી છે. તેમણે નોંધ્યું કે, આ રસી દર્દીની મૃત:પાય રોગપ્રતિકારક શક્તિને ઢંઢોળવાનું કામ કરે છે. જે રક્તમાં ફેલાયેલા કેન્સરના કોષોને નષ્ટ કરવાનું કામ કરે છે.

કેન્સર રિસર્ચ યૂ. કે. અને યુનિવર્સિટી ઓફ લિડ્સના સંશોધકોએ જે સંશોધન કર્યું તે, પ્રોસ્ટેટ કેન્સર પર છે. પરંતુ, તેમનું માનવું છે કે, મેલાનોમાના કેસમાં પણ આ રસી એટલી જ અસરકારક છે. એક વૈજ્ઞાનિક સામાયિકમાં વિસ્તૃત અહેવાલ છે.

-કેન્સરના દર્દીને લાંબુ જીવવાનું વરદાન

આ નવતર રસી કેન્સરના દર્દીને લાંબું જીવવાનું વરદાન આપે છે. વૈજ્ઞાનિકોએ સાફ સાફ કહ્યું કે, કેન્સર સાવ મટતું નથી. આ રસી તેને અંકુશમાં રાખે છે.

-આ રસી બે-ત્રણ વર્ષ સુધી ઉપલબ્ધ નહીં બને

પ્રમુખ વૈજ્ઞાનિક પ્રો. પીટર જહોનસને કહ્યું કે, આ રસી હજુ બે થી ત્રણ વર્ષ સુધી ક્લિનિકલ ટ્રાયલ હેઠળ રહેશે. હજુ તો લેબોરેટરી ઉંદરો પર જ પ્રયોગો કરાયા છે. માણસ પર પ્રયોગો બાકી છે. તેમાં, સફળતા મળશે ત્યારે જ આડ અસર વિનાની આ રસી ઉપલબ્ધ બનશે

No comments:

Post a Comment