Friday, 19 August 2011

શરીરની પેશીઓની વિકૃતિની સારવાર માટે સ્ટેમસેલ થેરાપી

પાંચ વર્ષમાં નવી થેરાપીનો ઉપયોગ શક્ય બનશે

શરીરમાંની પેશીઓની બહુવિધ વિકૃતિઓની અસરકારક સ્ટેમસેલ સારવાર શક્યત: આગામી પાંચ વર્ષમાં શક્ય બનશે. મોટાં પ્રમાણમાં માનવો પર કરવામાં આવેલા પ્રયોગની સફળતા પર તેનો આધાર હોવાનો વિજ્ઞાનીઓએ દાવો કર્યો હતો. બ્રિટિશ વિજ્ઞાનીઓના નેતૃત્વમાંના વૈશ્વિક પ્રયોગમાં શરીરની પેશીઓની વિકૃતિથી મગજ અને અન્ય અંગોને થતી અસર ધીમી પાડવા, રોકવા અને તેનાથી થયેલું નુકસાન પાછું મેળવવા માટે સ્ટેમસેલ ઉપયોગી છે કે કેમ તે અંગે અભ્યાસ કરાયો હતો.

ટ્રાયલમાં યુકેમાંના ૧૩ જણાનો પણ સમાવેશ થાય છે. તેઓના જ હાડકાંમાંથી સ્ટેમસેલ માટે તત્વો મેળવાયાં હતાં અને તેને લેબોરેટરીમાં વિકસાવી લોહીમાં ફરી નાખવામાં આવ્યાં હતાં.આંતરિક સિસ્ટમથી આવેલી વિકૃતિ પર સંરક્ષણાત્મક તત્વોથી મેઇલીન નામના ફાયબર્સ પર આક્રમણ કરાય છે. જેનાથી આ વિકૃત તત્વો નાશ પામે છે જેને લેસિઓન્સ કહેવાય છે. જે પછી ગાયબ થઈ જાય છે.વિશ્વભરમાં હજારો લોકો અસ્વસ્થતા, બેલેન્સ જાળવવાની મુશ્કેલી, માંસપેશીઓ ખેંચાવી તથા નબળી દ્રષ્ટિ જેવા દદોઁનો સામનો કરે છે. આ સ્થિતિ વધુ ને વધુ વકરે છે તથા તેનો કોઈ ઉપચાર નથી.

ડેઇલી ટેલિગ્રાફના અહેવાલ અનુસાર આ સ્ટેમસેલ લેસિઓન્સને લક્ષ્ય બનાવી થયેલા નુકસાનને ઠીક કરે છે.લંડનની ઇમ્પિરિયલ કોલેજમાં હાથ ધરાયેલા અભ્યાસના અગ્રણી સંશોધક પાઉલો મુરારોએ કહ્યું હતું કે, ‘આ પ્રકારની વિકૃતિમાં સ્ટેમસેલ થેરાપીના ટેસ્ટ માટે આવા મોટા ક્લિનિકલ ટ્રાયલ માટે વિશ્વભરમાંથી પ્રથમ વખત સંશોધકો ભેગા થયા હતા.’

No comments:

Post a Comment