Friday, 19 August 2011

દારૂ પીને ‘સનબર્ન’થી બચી શકાય


 
દ્રાક્ષ સાથે ભેળવવામાં આવતું કેમિકલ સેલનો નાશ થતો અટકાવે છે

એવું કહેવાય છે કે દારૂ પીવાથી તમારા હૃદયને લાભ થાય છે તથા અન્ય સ્વાસ્થ્ય અંગેના ફાયદા પણ થાય છે. હવે આ યાદીમાં વધુ એક બાબતનો ઉમેરો થયો છે. નવા અભ્યાસ અનુસાર દારૂ પીવાથી સનબર્નથી (તડકાથી ચામડીનો દાહ થવો) બચી શકાય છે. બાર્સેલોના યુનિવર્સિટી અને સ્પેનિસ નેશનલ રિસર્ચ કાઉન્સિલના સંશોધકોએ અભ્યાસ હાથ ધર્યો હતો જેમાં જાણવામાં મળ્યું હતું કે દારૂમાંનું મુખ્ય તત્વ દ્રાક્ષ છે જેમાં ફલાવોનોઇડ નામનું કેમિકલ ભેળવવામાં આવે છે જે સેલનો (રક્તકણ) નાશ થતો અટકાવે છે.


વિટ્રોની લેબોરેટરીમાં કરાયેલા અભ્યાસને ‘જર્નલ ઓફ એગ્રીકલ્ચરલ એન્ડ ફૂડ કેમિસ્ટ્રરી’ના તાજા અંકમાં પ્રકાશિત કરાયો હતો.અભ્યાસમાં સંશોધકોએ સૂર્યમાંથી નીકળતા યુવી કિરણો ચામડી સાથે ટકરાય ત્યારે કેમિકલનાં રિલેકશનો જોયાં હતાં. તેઓને જાણવા મળ્યું કે દ્રાક્ષમાંના ફ્લાવોનોઇડ કેમિકલનાં રિએકશનને અટકાવતા હતા. રિએકશનથી સેલ્સ મરી જતાં હોવાથી ચામડીને નુકસાન થતું હોય છે.

બાર્સેલોના યુનિવર્સિટીના બાયોકેમિસ્ટ અને રિસર્ચ પ્રોજેક્ટના ડાયરેક્ટર માટૉ કેસકેન્ટે જણાવ્યું હતું કે આનાથી પુરવાર થાય છે કે દ્રાક્ષ ચામડીને સૂર્યપ્રકાશ સામે રક્ષણ આપવામાં મદદરૂપ થાય છે અને ચામડીના કેન્સરથી પણ બચાવે છે.તેમણે જણાવ્યું હતું કે સંશોધનથી સૂર્યપ્રકાશથી થતા નુકસાન સામે રક્ષણ માટેની સ્કિન ક્રીમ અને અન્ય ઉત્પાદનો વિકસાવવામાં મદદ મળશે.‘ધ ડેઇલી ટેલિગ્રાફે’ તેમને ટાંકતા જણાવ્યું હતું કે, ‘આ અભ્યાસ સોલાર રેડિયેશનથી થતા સેલને નુકસાનની સામે આ ઉત્પાદનોના ઉપયોગના વિચારને ટેકો આપશે.’

No comments:

Post a Comment