જમ્યા પહેલા ‘‘સલાડ્ઝ’’ ખાઓ
કોબીજના પાંદડા, લેટુસ, પાલક, ટમેટાની પાતળી ચીર, બાફેલા બીટની પાતળી ચીર, કોથમીર, કાકડીની પાતળી ચીર, બાફેલા પાસ્તા કે સ્પગેટી (ઘઉંના લોટની) એક બાઉલમાં ભેગા કરી ઓલીવ ઓઇલ, દાડમના દાણા અને સાધારણ મરી મસાલો નાખી જમ્યા પહેલા અર્ધા કલાક પહેલા ધીરે ધીરે શાંતિથી ખાઓ સાથે એક કે બે ગ્લાસ ઠંડુ પાણી થોડી થોડી વારે પીતા જાઓ. અર્ધા કલાક પછી જમો. તમે રોજ કરતાં થોડું જમી શકશો.

૨. સ્વીટ ડીશ
તમારે આઈસક્રીમ, કેક અથવા શ્રીખંડ નથી ખાવાનો. મોળું દહીં અથવા તેમાંથી પાણી કાઢી નાખી મસ્કો લઇને તેમાં લીલી દ્રાક્ષ, પાકી કેરીના ટુકડા, ચીકુના ટુકડા, સફરજન અથવા ટેટીના ટુકડા નાખીને સવારના નાસ્તામાં ચા અથવા કોફી (સુગર ફ્રી નાખેલ) સાથે એક ખાખરો ખાધા પછી આ ફ્રુટ યોગર્ટ ખાઓ. બપોરે ચાના સમયે આ રીપીટ કરો.
૩. પાણી
આખા દિવસમાં જ્યારે જ્યારે ભૂખ લાગે ત્યારે પાણીના એક બે ગ્લાસ પીઓ.

૪. દલીઆ (જાડો ઘઉંનો લોટ)
સવારના નાસ્તામાં ચાર ચમચા દલીઆ બાફી નાખી તેમાં ક્રીમ વગરનું દુધ નાખો. સુગર ફ્રી નાખો. થોડી ઈલાયચી અને એક કે બે બદામ ત્રણ ચાર સુકી દ્રાક્ષ નાખો અને શાંતિથી એક એક ચમચી મોંમાં નાખી નાસ્તો કરો. સાથે પપૈયા કે તરબુચના થોડા ટુકડા પણ ખાઓ. આ ખાધા પછી ચા કે કોફી પીઓ.

૫. લંચ કે ડીનર
રોટલી અને શાક અથવા દાળ ને ભાત ખાઓ. રોજ એક વાટકી કઠોળ ખાઓ. ડીનરમાં હંમેશાં ઢોકળા, મુઠીઆ, ઈડલી અને સુપ લો.
૬. બટાકા
બહુ ભૂખ લાગી હોય તો એક કે બે મીડીઅમ સાઇઝ બટાકા બાફેલા કે શેકેલા ખાઓ. સાધારણ મરી મસાલો નાખશો.

૭. લીલી ચા
ખાંડ કે દૂધ વગરની લીલી ચા ઠંડી કે ગરમ જ્યારે ઈચ્છા થાય ત્યારે પીઓ.

૮. છાસ
પાતળી છાસ (ક્રીમ વગરના દહીંમાંથી બનાવેલી) જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઓ.

૯. ખાખરા
ડાયેટ ખાખરા ભૂખ લાગે ત્યારે ખાઓ.
ડાયેટ ખાખરા ભૂખ લાગે ત્યારે ખાઓ.
૧૦. ફ્રુટ
આખા દિવસમાં ત્રણ ફળો ખાઓ. ઉપરની બધી વસ્તુ ખાતી વખતે પ્રમાણભાન રાખો. વધારે પડતું ખાશો નહીં.

No comments:
Post a Comment