ફેશન એ કલા છે. વ્યક્તિની એક ઓળખ છે. ફેશન એક એવી કલા છે કે જે વ્યક્તિના વ્યક્તિત્વને એક અનોખું રૂપ આપે છે. તે વ્યક્તિના સૌંદર્ય અને રુઆબને સારી રીતે વ્યક્ત કરે છે.
ફેશન એટલે ગમે તેવાં કપડાં પહેરવાં કે અંગ પ્રદર્શન થાય તેવાં કપડાં પહેરવાં તે નહીં, પરંતુ ફેશન એટલે ‘વેલ ડ્રેસ સેન્સ’ સ્થળ, સમય અને સંજોગો પ્રમાણે પહેરવામાં આવતો આઘુનિક પહેરવેશ એ ફેશન છે. ફેશન એ કોઈ ચોક્કસ ડ્રેસ કે સેન્સનું નામ નથી, એ તો સમય અને જરૂરિયાત પ્રમાણે સતત બદલાતી રહે છે. દરેક વ્યક્તિમાં કુદરતી સૌંદર્ય તો હોય છે, જેને ફેશન સારી રીતે અભિવ્યક્ત કરવાનું કામ કરે છે. કુદરતી સૌંદર્ય મુજબ જો ફેશનને અપનાવવામાં આવે તો વ્યક્તિના વ્યક્તિત્વમાં ચાર ચાંદ લાગી જાય છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. મિસ વર્લ્ડ ઐશ્વ્વર્યા રાય. મિસ વર્લ્ડની સ્પર્ધામાં કુદરીત સૌંદર્ય અને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સર્વશ્રેષ્ઠ પહેરવેશ ધારણ કરતાં જ તે વિશ્વ્વની શ્રેષ્ઠ સુંદરી બની રહી તેના પહેરવેશની ડિઝાઈન અને સૌંદર્યના અપૂર્વ સંગમથી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
જો રૂપ, રંગ ઊંચાઈ અને પ્રસંગાનુસાર કલાત્મક રીતે વસ્ત્રો પહેરવામાં આવે તો વ્યક્તિત્વનું વ્યક્તિત્વ નીખરી ઊઠે છે. તે સૌનાં આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. સુવિખ્યાત ફેશન સ્પેશિયાલિસ્ટ ભારપૂર્વક જણાવે છે કે, ‘‘ફેશન જો સંસ્કૃતિ અને સભ્ય પરંપરાઓ પ્રમાણે અપનાવવામાં આવે તો એ ખૂબ જ આવકારદાયક છે.’’
ફેશન એ કંઈ માત્ર આઘુનિક સમયનું ચલણ નથી. ફેશનનો વિકાસ તો માનવ અને સંસ્કૃતિના વિકાસ સાથે સાથે જ થયો હતો. માનવી જ્યારે માત્ર વૃક્ષનાં પાંદડાઓ અને ફૂલોનો જ શૃંગાર કરતો હતો ત્યારથી ફેશનનો ક્રમશઃ વિકાસ થયેલો જોવા મળે છે. ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે કાપડની શોધ થતાં ફેશનની દુનિયા વઘુ વિસ્તૃત થઈ અને આજે તો તેનું ચલણ એટલું વઘ્યું છે કે દરેક વ્યક્તિ આકર્ષક દેખાવા તેમજ અન્યથી વિશિષ્ટ દેખાવા વિવિધ ફેશનનો આશરો લે છે. ફેશન માત્ર પહેરવેશ કે ઘરેણાં પૂરતી જ સીમિત રહી નથી, પરંતુ જીવનના દરેક ક્ષેત્રોને તે સ્પર્શીર્ ગઈ છે. ખાણીપીણી, રહેણીકરણી, વ્યવસાય કે અભ્યાસ ક્ષેત્ર પણ તેમાંથી બાકાત નથી.
મોસમને અનુરૂપ વસ્ત્રપરિધાન
ફેશન પણ એક અલગ મિજાજ ધરાવે છે. મોસમને અનુરૂપ વસ્ત્રો પહેરવામાં આવે તો તેની શાનમાં વધારો થાય છે. તમામ ખ્યાતનામ ડિઝાઈનરો પણ માને છે કે મોસમની અદા તો ફેશનના રંગ જ બદલી નાખે છે? ગરમીની મોસમમાં હળવા ફૂલ જેવાં કપડાં, ઘેરવાળું સ્કર્ટ, ઝૂલોથી શોભતાં ટોપ, સુતરાઉ સાડી, લાંબા કુરતા-પાયજામાં જોવા મળે છે. વોયલના હળવા રંગના લેંઘા અને કમીઝ પર ચિકનકારીનું અદ્ભુત કામ જોવા મળે છે. હળવા રંગની સાડીઓની સાથે ઘેરાં રંગના બ્લાઉઝ તેમજ છીંટદાર બ્લાઉઝ પણ સરસ લાગે છે. ઠંડી ૠતુમાં એક ડિઝાઈનવાળાં વસ્ત્રો વઘુ સારાં લાગે છે. બાંધણી, યઈ એન્ડ ટાઈ સ્પ્રે પ્રિન્ટ વગેરેની ડિઝાઈન વઘુ જોવા મળે છે.
એક જાણીતી ડિઝાઈનર જણાવે છે કે પોશાક એ વ્યક્તિની પ્રાથમિક ત્રણ જરૂરિયાતોમાંની એક મહત્ત્વની જરૂરિયાત છે. ફેશને હંમેશા વ્યક્તિ અને તેની જીવનશૈલીને નવો વળાંક આપ્યો છે વ્યક્તિને એક નવું સ્વરૂપ ફેશનના આધારે મળ્યું છે.
વ્યક્તિત્વને અનુરૂપ વસ્ત્રપરિધાન
પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે વેલ ડ્રેસ સેન્સ અને સ્પીચ ઓફ આર્ટ સૌથી વઘુ મહત્ત્વપૂર્ણ છે. દરેક વ્યક્તિએ તેની પ્રતિભાને વિકસાવતા પહેલાં તેની જાતને બરોબર ઓળખી લેવી જોઈએ. આ પછી જ તેના વ્યક્તિત્વને શોભે તેવાં વસ્ત્રો ધારણ કરવા જોઈએ.
જો કોઈ વ્યક્તિ ઠીંગણી અને સ્થૂળ હોય તો તેણે મોટી પ્રિન્ટ, મોટી ચોકડી, આડી લાઈન તેમજ ભડકીલા રંગનાં કપડાં ન પહેરવાં જોઈએ. આવી વ્યક્તિએ ઝીણી ચોકડી, નાની પ્રિન્ટ તેમજ ઊભી લાઈનંિગવાળાં વસ્ત્રો પહેરવાં જોઈએ. આવાં વસ્ત્રો પહેરવાથી તેમની સ્થૂળતા કે ઠીંગણાપણું ઓછું દેખાય છે અને વ્યક્તિત્વમાં ફેર પડે છે. મહિલાઓએ મોટી બોર્ડરવાળી સાડી કરતાં નાની બોર્ડરવાળી અને ઝીણી પ્રિન્ટવાળી સાડી પહેરવી જોઈએ જેથી તેમનું વ્યક્તિત્વ આકર્ષક લાગે. જો તેઓ રેયોન ક્રેપ કે જ્યોર્જટના સલવાર-કમીઝ તથા સોફટ સાઉથ સિલ્ક, કાશ્મીરી અથવા સિલ્કની સાડી પહેરે તો તેમનું વ્યક્તિત્વ નીખરી ઊઠશે. કોન્ટ્રાસ બ્લાઉઝ અને સાડી આવા બાંધાની મહિલાઓના વ્યક્તિત્વને આકર્ષક બનાવવામાં મદદરૂપ થાય છે. ઠીંગણી મહિલાઓએ લાંબા કોટ, લાંબી મેક્સી, ડબલ બ્રેસ્ટેડ કોટ તેમજ બહુ ખુલ્લાં કપડાં પહેરવા ન જોઈએ. તેમને તો વ્યવસ્થિત ફિટંિગવાળાં કપડાં શોભી ઊઠે છે. તેમણે બ્લૂ, કોફી મરૂન જેવા રંગો પસંદ કરવા જોઈએ જે તેમની સ્થૂળતાને ઓછા દેખાડવામાં મદદ કરશે.
જો કોઈ વ્યક્તિ લાંબી અને સ્થૂળ હોય તો તેમણે ઊભી લાઈનંિગવાળા વસ્ત્રો પહેરવાં ન જોઈએ. તેમણે આડી લાઈનંિગવાળાં વસ્ત્રો જ પસંદ કરવા જોઈએ. આવી વ્યક્તિએ બહુ ઝીણી પ્રિન્ટ નહીં પણ મોટી અને વ્યવસ્થિત પ્રિન્ટવાળાં કપડાં પહેરવાં જોઈએ. તેમણે પફ કે ખુલ્લી અને ટૂંકી સ્લીવ પહેરવી ન જોઈએ. તેમને સાદી અને લાંબી સ્લીવ વઘુ સારી લાગે છે. કોલરમાં પોકેટસ બેલ્ટસ કે યોકમાં સીધી લાઈનનો ઉપયોગ વઘુ કરવો. સલવાર-કમીઝમાં સલવારની લંબાઈ લાંબી રાખવી જે તેની ઊંચાઈ ઘડાડવામાં મદદરૂપ થાય છે. આવી વ્યક્તિએ વ્યવસ્થિત ફિટંિગવાળાં કપડાં પહેરવાં જરૂરી છે. બહુ ટાઈટ અને ટૂંકા નહોવા જોઈએ.
જો કોઈ વ્યક્તિ ઠીંગણી અને પાતળી હોય તો આડી અને ઊભી લાઈનનું મિશ્રણ હોય તેવાં કપડાં પસંદ કરવાં. સાડી અને બ્લાઉઝ એક રંગના પહેરવાં. સલવાર-કમીઝ પણ એક મટિરિયલવાળા પહેરવાં જોઈએ. ઝીણી પ્રિન્ટ તેજમ સોફટ અને ઓછા વજનવાળા મટિરિયલનો ઉપયોગ કરવો. જે વ્યક્તિત્વને ઓપ આપવામાં મદદરૂપ થાય છે.
જો કોઈ વ્યક્તિ લાંબી અને પાતળી હોય તો વ્યક્તિત્વમાં ચાર ચાંદ લાગી જાય છે. આવી મહિલાઓએ કોટન સાડી, અવરગંડી, ડોટેડ સ્વીઝ જેવા મટીરિયલનો વઘુ ઉપયોગ કરવો જોઈએ. સલવાર-કમીઝ તથા સાડી-બ્લાઉઝ કોન્ટ્રાસ કલરના પહેરવા જોઈએ. આડી લાઈનવાળા તેમજ લૂઝ અને ઇઝી ફિટંિગવાળા કપડાં તેના વ્યક્તિત્વને આકર્ષક બનાવશે.
વસ્ત્ર પરિધાનમાં રંગોની પસંદગી
રંગોની પસંદગી પણ ફેશનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. બ્લૂ, ગ્રીન અને વાયોલેટ જેવા રંગો શાંત રંગો ગણાય છે. જ્યારે રેડ, યલો અને ઓરેન્જ રંગો ભડકીલા ગણાય છે. શાંત રંગો વ્યક્તિને શાંત અને ઠરેલ તરીકેની છાપ ઊભી કરે છે. જ્યારે ભડકીલા રંગો ખુશમિજાજી અને ચંચળ વ્યક્તિ તરીકેની છાપ ઊભી કરે છે. ઘણા લોકોને બ્રાઈટ કલર ખૂબ ગમે છે. બ્રાઈટ કલર એ આત્મવિશ્વ્વાસ અને શક્તિનું પ્રતીક ગણાય છે.
રંગોની દુનિયા પણ નિરાલી છે. નેલપોલિશથી શરૂ કરીને શૂઝ, ઘરેણાં, વસ્ત્રો, બટન, બેંગલ્સ, બંિદી, લિપસ્ટિક, આઈશેડો રંગથી વ્યક્તિનું વ્યક્તિત્વ નીખરી ઊઠે છે, તે અદ્ભુત લાગે છે. તો એ જ વ્યક્તિ અન્ય રંગમાં નિસ્તેજ, પ્રભાવહીન લાગે છે. રંગોની પસંદગીનો આધાર વ્યક્તિની ત્વચા ઉપર અને સ્વભાવ ઉપર અવલંબે છે.
શરમાળ છોકરી બ્રાઈટ કલરમાં વઘુ શરમાળ દેખાય છે તેણે ડલ કલર પણ નહીં પહેરવા જોઈએ.
શ્યામ રંગની વ્યક્તિએ શાંત કલર જેવા કે બ્લૂ, ગ્રીન, વાયોલેટ કલરનાં કપડાંનો ઉપયોગ વઘુ કરવો જોઈએ. આવા રંગો તેના વ્યક્તિત્વને આકર્ષક બનાવવામાં મદદરૂપ થાય છે.
જો વ્યક્તિનો રંગ વઘુ કાળોહોય તો તેમણે ગ્રે, યલો, ગ્રીન, રેડ જેવા રંગોની પસંદગી કરવી જોઈએ નહીં.
રંગોની વિવિધતા એ પણ છે કે તે દિવસ અને રાતની લાઈટમાં અલગ-અલગ છાપ ઊભી કરે છે. વ્યક્તિ દિવસની કુદરતી લાઈટ કરતાં કૃત્રિમ લાઈટમાં વઘુ આકર્ષક દેખાય છે. આવા સમયે તેણે ડાર્ક કલર જેવા કે બ્લેક, ડાર્ક નેવી બ્લૂ, મરૂન, પર્પલ વગેરે જેવા કલરનો ઉપયોગ વઘુ કરવો જોઈએ. જે તેમના વ્યક્તિત્વને એક અનોખું રૂપ આપે છે. આથી જ નાઈટ-શોમાં કલાકારો હંમેશા આવા રંગનાં વસ્ત્રોમાં વઘુ આકર્ષક અને સુંદર લાગે છે.
ફેશનમાં કપડાંઓનું કટંિગ અને રંગોનું મિશ્રણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. રંગ પ્રત્યે ખૂબ સજાગ મોના ફેશન ડિઝાઈનમાં ખૂબ રસ ધરાવતી અને નિતનવી ડિઝાઈનો તૈયાર કરતી આઘુનિક યુવતી છે. સાયન્સ ગ્રેજ્યુએટ અને કોમ્પ્યુટરની વિદ્યાર્થીની મોના ફેશનને જીવનના અનેક રસમાંનો એક મહત્ત્વનો અને ઉત્સાહી રસ ગણે છે. ફેશન એ વ્યક્તિની પ્રતિભાની મહેક છે જે પુષ્પની માફક ચારે બાજુ મહેકી ઊઠે છે. મોનાને બાળપણથી જ બ્યુટિફિકેશન અને ડિઝાઈનંિગનો શોખ હતો. સર્જનાત્મક ક્ષેત્રે કંઈક કરવાની તમન્ના તેમજ કંઈક આગવી પ્રતિભા ઊભી કરવાનું સ્વપ્ન તેને આ ફેશન ડિઝાઈન ક્ષેત્રે દોરી ગયું હતું.
બેડમિન્ટન રમવાની અને હિલ સ્ટેશનો પર ફરવાની શોખીન મોના મોસમ પ્રમાણે ફેશન અપનાવવાનું જણાવે છે. તે જણાવે છે કે જાન્યુઆરી-ફેબુ્રઆરી મહિનાઓ ગુલાબી ઠંડીના મહિનાઓ છે. એ સમયગાળા દરમિયાન બ્લ્યૂ રંગ વઘુ આકર્ષક લાગે છે, જ્યારે માર્ચ-એપ્રિલ મહિનામાં પીળા રંગ વઘુ રંગત જમાવે છે- ગરમાળાનાં વૃક્ષો પીળા ફૂલથી લચી પડયાં હોય છે, ઠંડી વિદાય લઈ રહી હોય છે અને ઘૂપની મોસમનું ધીમા પગલે આગમન પીળા રંગને સૌંદર્ય બક્ષે છે. મેં જૂનમાં ભૂખરો રંગ, જુલાઈ, ઓગસ્ટમાં સફેદ, સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં લાલ અને નવેમ્બર-ડિસેમ્બરમાં લીલો રંગ પ્રકૃતિ સાથે રંગત જમાવે છે.
ફેશન એટલે ભારે મોંઘા અનેચમકીલા ડ્રેસ જ નહીં, પરંતુ સ્થળ અને પ્રસંગાનુસાર પહેરવાં- ઓઢવામાં આવતા આકર્ષક અને નાવિન્યપૂર્ણ વસ્ત્રો, ઘરેણાં તેમજ શૂઝ છે. લગ્નપ્રસંગે જતાં હોઈએ તો લાચા-ચોળી, ભારે સલવાર કમીઝ, ઘરારા-શરારા જેવા ડ્રેસ સારા લાગે છે. પાર્ટીમાં જવા માટે સિલ્ક, વેલ્વેટ, નેટમટીરિયલ્સના ડ્રેસ વઘુ સુંદર લાગે છે. ગેટ ટુ ગેધર જેવી પાર્ટીમાં જેકેટ, જીન્સ, ફર-ડેનિમ અને લેધર વેરનું મિશ્રણ પણ આકર્ષક લાગે છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (નિફટ)માંથી ફેશન ડિઝાઈનનો અભ્યાસ પૂર્ણ કરનાર એક ડિઝાઈનર ફેશનને જીવનનું એક મહત્તવનું અંગ ગણે છે. ફેશન એ જીવનને રંગીન બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. નાના બાળકથી શરૂ કરીને વનપ્રવેશ કરી ચૂકેલી તમામ વ્યક્તિ માટે ફેશન જરૂરી છે. ફેશન એટલે નવીન આકર્ષક પહેરવેશ. શરીરનાં રૂપરંગ અને વ્યક્તિત્વ પ્રમાણે જો આઘુનિક પહેરવેશ ધારણ કરવામાં આવે તો વ્યક્તિત્વને ચાર ચાંદ લાગી જાય છે. તે જણાવે છે કે ફેશન એવી હોવી જોઈએ કે જે વ્યક્તિત્વને નિખારે, સૌંદર્યમાં વધારો કરે ફેશન એ આંધળુ અનુકરણ ન હોવું જોઈએ. શરમમાં મૂકે તેવી ફેશન ન હોવી જોઈએ. ફેશનમાં આગવી કલા-મહેનત અને આકર્ષણ ઊભું થવું જોઈએ. ફેશનમાં આઘુનિકતા સાથે સંસ્કૃતિના પણ દર્શન થતાં હોય છે.
આમ ફેશન એ એક આગવી કલા છે. ડિઝાઈન પણ ફેશનનો એક ભાગ છે. અલગ અલગ પ્રકારની ડિઝાઈનના મિશ્રણથી એક મૂળભૂત ડિઝાઈનને જન્મ આપી શકાય છે. તમારા પોતાના વિચારો, તમારો અનુભવ અને તમારી કળા તથા તમારી લાગણીઓનો સમન્વય જો વાસ્તવિકતામાં મૂકીએ અને જો એ સમાજને અનુરૂપ સુંદર, નવીન અને સ્વીકાર્ય હોય તો તેેને આપણે ડિઝાઈન કહી શકીએ.
ડિઝાઈન એ વિચારોનો સમન્વય અને તેની ઉપયોગીતાને આકાર આપવાની પ્રક્રિયા છે.
વ્યક્તિ સવારથી સાંજ સુધી અનેક સ્થળ અને પ્રસંગોમાંથી પસાર થતી હોય છે. આ દરેક તબક્કે તેણે સજાગ રહી પોતાની અલગ ઇમેજ ઊભી કરવા માટે આઘુનિક ફેશનેબલ રહેવું આવશ્યક થઈ ગયું છે. દરેક વ્યક્તિ એક આગવી પ્રતિભા ધરાવતી હોય છે. આ પ્રતિભાને નિખાર આપવાનું કાર્ય ફેશન કરે છે.
આજે ફેશન અને સૌંદર્યની દુનિયામાં ભારતનંુ આગવું સ્થાન છે. જેનો યશ આપણા સફળ ફેશન ડિઝાઈનરોને ફાળે જાય છે. પરંપરાગત પાશ્ચાત્ય ફેશનમાં ભારત એક આગવી છાપ ઊભી કરી શક્યું છે. જે આપણા માટે ગૌરવની બાબત ગણાય.
હિમાની
Article regarding how to improve Lifestyle, Health, Traveling and Recipes.
Sunday, 7 August 2011
ફેશન અને બ્યૂટીનો સંગમ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment