Sunday, 7 August 2011

ખોડો દુર કરવાનાં આ છે સરળ ઘરગથ્થુ નુસખા

સુંદર અને કાળા વાળએ દરેક જણ ઇચ્છે છે પરંતુ જો આ વાળમાં ખોડો હોય તો તે વાળની સુંદરતાને નષ્ટ કરે છે.ગમે તેટલા સુંદર વાળ હોય ખોડો તેમાં ડાઘ લગાડે છે.ખોડાને કારણે વાળની ખરવાની સમસ્યાં પણ સર્જાય છે.આયુર્વેદમાં ખોડો દૂર કરવા માટે ઘણા ઘરગથ્થુ ઉપચારો છે,જેનાથી આ તકલીફમાંથી મુક્તિ મેળવી શકાય છે. ખોડો દૂર કરવા માટે તમે નીચે મુજબના ઉપાયો કરી શકો છો.

- સૌ પ્રથમ તો ભોજનમાં નિયમિત સલાડ, લીલા શાકભાજી અને ફળને પોતાની દિનચર્યામાં સમાવો.

- આંબળાં, અરીઠાં અને શિકાકાઇ ત્રણે સરખા પ્રમાણમાં લઇને તેમાં ત્રણગણું પાણી નાખીને ધીમા તાપે ખૂબ ઉકાળવું.પાણી ઉકળીને અડધું રહે ત્યારે તેને ગાળી લઇને તેનો શેમ્પૂ તરીકે ઉપયોગ કરો.

- દીવેલ અને ઓલિવ ઓઇલ સરખા પ્રમાણમાં લઇને તેને ભેગું કરીને થોડું ગરમ કરો અને સહેજ હુંફાળું હોય ત્યારે જ તેનાથી વાળના મૂળમાં હળવા હાથે મસાજ કરો.

- રાત્રે વાળમાં તેલથી મસાજ કર્યા પછી સવારે એક ચમચી આંબળા પાઉડરને ગુલાબજળમાં મિક્સ કરી તેને વાળના મૂળમાં લગાવીને અડધા કલાક પછી વાળ ધોઇ નાખો.

- મેથીના દાણા પેટ અને વાળ બંને માટે ઉપયોગી છે.રાત્રે મેથીને પલાળીને સવારે તેની પેસ્ટ બનાવી વાળના મૂળમાં લગાવો.અડધા કલાક પછી વાળ ધોઇ નાખો. આનાથી વાળ કાળા અને મુલાયમ થશે.

No comments:

Post a Comment