Tuesday, 16 August 2011

શ્વાસ અને શરદીનાં મૂળભૂત કારણો




પણા દેશમાં લગભગ ૩૫ કરોડ લોકો વિભિન્ન રોગથી પીડિત છે. આ રોગમાં શ્વાસ, દમ, શરદી તથા અસાત્મ્ય અથવા એલર્જીજન્ય ત્વચાના રોગ તથા શરીરનાં અન્ય તંત્રોની કાર્યપ્રણાલીના એલર્જી રોગ પણ આવે છે, જે હવામાં મિશ્રિત વિભિન્ન પ્રકારનાં પરાગકણો તથા ધૂળનાં રજકણોને કારણે થાય છે. બંને પ્રકારના રોગમાં અંતર માત્ર એટલું જ હોય છે કે પરાગકણોથી થતા રોગમાં દર્દીને છીંકો આવવી, નાકથી પાણી વહેવું. શ્વાસ, દમ ચડવો, તાવ આવવો તથા ખંજવાળ વગેરે લક્ષણો કોઈ વિશેષ ઋતુમાં અથવા કોઈ અમુક મહિનામાં જ થાય છે. જ્યારે ધૂળનાં રજકણોથી થતાં રોગમાં દર્દી આખું વર્ષ કષ્ટ સહન કરતો હોય છે. અહીં ધૂળના કણોનો અર્થ તે સાથે ઊડીને આવતાં ચામડાનાં રજકણો, કેમિકલ્સનાં રજકણો, ધુમાડાનાં રજકણો, વિભિન્ન પફ-પાઉડર, અત્તર, સેન્ટ, અગરબત્તીનો ધુમાડો, ફૂલોના પરાગકણો, મસાલાનાં રજકણો, હવાનો ભેજ વગેરે ફેફસાંમાં ગયા પછી તે એલર્જીજન્ય શ્વાસ- દમ રોગ ઉત્પન્ન કરે છે. શ્વાસ, દમ રોગ ઉત્પન્ન થયાનાં પ્રાચીન અને અર્વાચીન કારણોમાં ખૂબ જ સામ્ય જોવા મળે છે. ત્રણ હજાર વર્ષ પહેલાં સુશ્રુત મર્હિષએ પોતાના ગ્રંથ સુશ્રુત સંહિતામાં હિક્કા- હેડકી, શ્વાસ, (દમ) અને ઉધરસ થવાનાં કારણોમાં વિદાહી એટલે બળતરા કરનારા આહાર, મરી, મરચાં જેવાં આહારદ્રવ્યો તથા પચવામાં ભારે આહારદ્રવ્યો, રુક્ષ તથા અભિષ્યંદિ આહારદ્રવ્યોથી, શીતળ જળ, ભેજવાળી હવા, ધૂળ, ધુમાડો, લૂ, તીવ્ર વાયુ, અતિ પરિશ્રમ કે વ્યાયામ, વધારે વજન ઉપાડવાથી, મળમૂત્રાદિનો વેગ રોકાવાથી તથા ઉપવાસ વ્રત, ઉજાગરા વગેરે કારણોથી પણ મનુષ્યોને હિક્કા, ઉધરસ તથા શ્વાસ રોગની તકલીફ ઉત્પન્ન થાય છે.
સામાન્ય રીતે શ્વાસનળીઓમાં સતત કંઈક અંશે દ્રવ પદાર્થનો સ્રાવ થતો રહે છે. જે ઉચ્છ્વાસિત વાયુની સાથે બાષ્પરૂપે ફેફસાંમાંથી બહાર નીકળ્યા કરે છે. જ્યારે ફેફસાં કે ફેફસાંની નળીઓમાં રક્તાતિસંચાર એટલે કે કંજેક્શનસોજો એટલે ઇન્ફલેમેશન અથવા ક્ષોભ એટલે ઈરિટેશનને લીધે ઉપર્યુક્ત સ્રાવનું અધિક્ય થાય છે ત્યારે માત્રાનુસાર એવં કારણાનુરૂપ સંબંધાનુરૂપ આ સ્રાવનો થોડો કે વધારે અંશ કે દ્રવ કે ઘટ્ટરૂપે (દ્રવ સ્રાવ કે ઘટ્ટ કફ ઉધરસ કે છીંક સાથે બહાર નીકળે છે. આ પરિસ્થિતિમાં ફેફસાં તથા શ્વાસનળીઓમાં કફ જામી જવાથી તથા શ્વાસનળીઓમાં અંદરથી સોજો આવવાથી શ્વાસ લેવા- કાઢવાના માર્ગો અવરોધાય છે. શ્વાસનળીઓના સોજાથી અવરુદ્ધ થતાં માર્ગોને લીધે શ્વાસ- દમ રોગ ઉત્પન્ન થાય છે. જો ઉધરસની સાથે કફ બહાર ન આવે તો શ્વાસની ગતિ અવરોધાય છે અને તેથી શ્વાસોચ્છ્વાસની ક્રિયા-ગતિ વધી જાય છે. આવી રીતે દમ રોગની ઉત્પત્તિમાં કફોત્પાદક કારણો, શ્વાસનળીઓમાં કફનો અવરોધ અને સંચય પ્રકૃપિત શ્વાસનળીઓમાં સંકોચ વગેરે વિકૃતિ કફને બહાર કાઢવામાં અવરોધ ઉત્પન્ન કરે છે. તેથી શ્વાસ-દમની તકલીફ ઉત્પન્ન થાય છે. આથી પ્રાચીન મર્હિષઓનો આયુર્વેદીય મત વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ સાબિત થાય છે કે દમ શ્વાસમાં પ્રથમ કફની ઉત્પત્તિ- પ્રકોપ અને અવરોધ તથા વાયુની દૃષ્ટિથી શ્વાસ ઉત્પન્ન થાય છે. આ કારણથી જ ઉપચારક્રમ ગોઠવતી વખતે તેનાં મૂળભૂત કારણો અને કફ અને વાયુને દૃષ્ટિ સમક્ષ રાખવામાં આવે છે.
ઘરગથ્થુ ઉપચાર
અશ્વગંધા એટલે આહન અથવા આસન. આ અશ્વગંધાના છોડ ગુજરાતમાં ખૂબ થાય છે. આ અશ્વગંધા ઔષધ બૃંહણગુણ ધરાવે છે. બૃંહણ એટલે પૌષ્ટિક અથવા વજન વધારનાર. આ ઔષધમાં એક બીજો ગુણ પણ રહેલો છે. નિદ્રાપદએટલે કે ઊંઘ લાવનાર. એટલે જેના શરીરનું વજન વધતું ન હોય અને જેને શાંતિથી ઊંઘ આવતી ન હોય એવી વ્યક્તિઓએ રાત્રે જમ્યા પછી એક ગ્લાસ દૂધમાં એક ચમચી જેટલું ઘરે જ બનાવેલું અશ્વગંધા ચૂર્ણ અને બે ચમચી સાકર નાંખી મિક્સ કરી પીવું.

No comments:

Post a Comment