જે લોકોનું શરીર પાતળું હોય તેવા મોટી ઉંમરનાં લોકો લાંબુ જીવતાં હોવાનું તાજેતરમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસ પરથી જાણવા મળે છે. નવા અભ્યાસનાં તારણો એવો નિર્દેશ કરે છે કે જો શરીરમાં ચરબી વધારે હોય અને મેદસ્વી શરીર હોય તો તેવાં લોકોનું મૃત્યુ વહેલું થવાની સંભાવના છે.
અમેરિકન ગેરિઆટ્રિક સોસાયટીનાં જર્નલમાં પ્રસિદ્ધ થયેલા સંશોધન લેખમાં આ અભ્યાસની વિગતો આપવામાં આવી છેદ્, જે મુજબ ૭૫ વર્ષથી મોટી ઉંમરનાં લોકોનો બૉડી માસ ઇન્ડેક્સ જો ૨૨.૩થી વધારે હોય તો તેમનાં આયુષ્યમાં ૩.૭ વર્ષનો ઘટાડો થાય છે જ્યારે મોટી ઉંમરની મહિલાઓ કે જેનો બૉડી માસ ઇન્ડેક્સ ૨૭.૪ હોય તેમનાં આયુષ્યમાં ૨.૧ વર્ષનો ઘટાડો થાય છે.
- શરીર પર ચરબીના થર જામતાં વહેલું મૃત્યુનું જોખમ વધે છે
આવું જ એક બીજું તારણ એ છે કે જે વ્યક્તિની કમરની આસપાસ ચરબીના થર જામેલા હોય અને લીવર પર વધારે વજનનો બોજ પડતો હોય તો તેવાં લોકોને હાર્ટના રોગો થવાની અને હાર્ટ એટેક આવવાની શક્યતા વધે છે તેથી જેમ જેમ ઉંમર મોટી થતી જાય તેમ તેમ વ્યક્તિએ તેનાં વજનમાં વધારો ન થાય તેની તકેદારી રાખવી જરૂરી છે.
No comments:
Post a Comment