Wednesday, 17 August 2011

સુજોક થેરાપીથી મેળવો મેદિસ્વતા સામે ઉપચાર


 
આશિષભાઇને નિવૃત્તિકાળમાં ખાસ શારીરિક વ્યાયમ ન હતો. તદુપરાંત પહેલાંથી જ થોડો મેદ જમા થયેલો હતો. તેમને તેમના મિત્રવર્તુળમાંથી સુજોક સારવાર વિશે જાણકારી મળી અને તેમણે સુજોક સારવાર શરૂ કરી. આદર્શ વજન જે હોવું જોઇએ તે દ્રષ્ટિએ ૨૦ ટકા વજન વધારે હોય તેવા વ્યક્તિને મદસ્વી વ્યક્તિ કહી શકાય. જ્યારે વજનની ચકાસણી કરીએ ત્યારે પાણીનો ભરાવો કે થાઇરોઇડ ગ્રંથિની કાર્યપ્રણાલીની શિથિલતા વગેરે વિષયવસ્તુને ધ્યાનમાં લેવી આવશ્યક છે. આશિષભાઇનું વજન ૧૪૨ કિલો હતું. તેમને ચાલવાનું જરા પણ ફાવતું ન હતું. ચાલવાથી તેમની સાથળ ઘસાતી અને તેમને બેસવા ઊઠવાની પણ તકલીફ પડતી. તેમનો ખોરાક ખૂબ ચરબીવાળો બાળપણથી હતો. તેમની શારીરિક કસરતે લગભગ નહિવત હતી. તેથી જે ચરબી ખોરાકમાં જતી તે જમા થતી. તેઓ વળી ઘરગથ્થુ ઉપચારો જેવા કે ઉપવાસ કરવા, કોઇક અનાજ પર ઘણા દિવસ સુધી રહેવું, ખૂબ ભૂખ વેઠવી કે પછી થોડા થોડા અંતરે જે-તે દવાઓ ખાઇ વજન ઘટાડતા, પરંતુ તેમની ઊતરેલી ચરબી તેટલી જ ઝડપથી પાછી ચઢી જતી. સુજોકની મદદથી આશિષભાઇની ચયાપચયની પ્રક્રિયા ઝડપી અને ચરબી ઓગાળે તેવી થાય તે માટે તેમના મગજનો સહારો લઇ તેમના લીવરની કાર્યપ્રણાલી એવી કરવામાં આવી કે ખોરાક પૂરેપૂરો પચે. ખોરાક પચે અને તેનાંથી ચરબી સિવાયના તત્વો વધુ બને તે માટે નવા આંતરડાના કોષોને સુધારી તેમની મેદિસ્વતાને નાથવાનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો. જમતી વેળાએ ટીવી તથા વાંચન બંધ કરાવ્યાં. સુજોકની મદદથી ઓછો કર્યો અને તેમણે પણ તેટલો જ સાથ આપ્યો. હકારાત્મકતા વિકસાવવા માટે મનગમતી પ્રવૃત્તિ કરવાનું કહેવામાં આવ્યું જેનાથી તેમના જીવનની નીરસતા દૂર થાય. તેમને જમતી વેળાએ એકલા જમવા કરતાં કોઇની હાજરીમાં જમવાનું સૂચન કર્યું. તેમના ખોરાકની તથા તેમના સંતોષની કાળજી લઇ શકાય. ખૂબ ચરબીવાળો ખોરાક ન લઇ સંતોષ થાય તેવા ખોરાક ખાવાથી તેમને પોતાને હળવું લાગવા લાગ્યું. આશિષભાઇનું વજન લગભગ ૭૫ કિલોની આસપાસ આવી ગયું. તેમનું વજન ફરી વધી ન જાય તેનું સૂચન પણ કરવામાં આવ્યું. કોઇ પરેજી નહીં પરંતુ સ્વસ્થ ખોરાકની આદત પાડવી, બજારનો, ખુલ્લો કે વાસી ખોરાક ન લેવો, તળેલો ખોરાક અઠવાડિયે એકાદ વખતથી વધારે નહીં, મેંદો, સોડિયમબાય કર્બોનેટ, રંગવાળો ખોરાક, સોડા, લીંબુનાં ફૂલ વગેરે જેવા પચવામાં ભારે હોય તેવા પદાર્થોનો સદંતર ત્યાગ કરવો. માનસિક અને શારીરિક કસરતો બંધ ન કરવી અને ખાસ આનંદમાં રહેવું. ખૂબ જ પાતળા હોવું તે તંદુરસ્તીની નિશાની નથી. તેમજ વગર મહેનતે, વગર પરેજીએ વજન ઉતારવાની ઘેલછા ગંભીર પરિણામોની પળોજણ ઊભી કરી શકે છે. વજન ઘટાડવાની કોઇ વૈજ્ઞાનિક પદ્ધતિ શોધાઇ નથી જે સાત દિવસમાં કે મહિનામાં દસ કે બાર કિલો વજન ઉતારી શકે. છ મહિને ૮૫ કિલોની વ્યક્તિનું વજન વધારેમાં વધારે સાત કિલો કે આઠ કિલો ઓછું થવું જોઇએ તેનાથી વધુ ઓછું કરવું એટલે અનેક શારીરિક અને માનસિક બીમારીઓને કોલલેટર મોકલવા જેવું છે. એક સૂત્ર અપનાવો આળસ ત્યજો, મેદિસ્વતા ત્યાગો.

No comments:

Post a Comment