કુદરતે અનેક વસ્તુ એવી બનાવી છે જેનો ઉપયોગ આપણે ખાવાની સાથોસાથ સુંદરતા નિખારવા માટે પણ કરી શકીએ છીએ. અહીં આવા જ કેટલાક ફળ વિશે જાણકારી આપી છે, જે આપણી સુંદરતાને તેમાં રહેલા ગુણધર્મને કારણે વધારે નિખારે છે.
-પપૈયું
પપૈયામાં પેપિ્ટન નામનું એન્ઝાઇમ હોય છે. કાચા પપૈયાને ક્રશ કરીને તેને ચહેરા પર લગાવી બે મિનિટ સુધી હળવા હાથે સ્ક્રબ કરો. તેને ૧૫-૨૦ મિનિટ સુધી રહેવા દો અને પછી ચહેરો ઠંડા પાણીથી ધોઇ લો.
-કાકડી
કાકડીને ક્રશ કરીને તેમાં અડધી ચમચી મુલતાની માટી અને અડધી ચમચી સુખડનો પાઉડર ભેળવીને ફેસપેક બનાવી લો. આ પેકને ચહેરા પર લગાવીને ૧૦-૧૫ મિનિટ સુધી રહેવા દો. લેપ સુકાવા લાગે એટલે ઠંડા પાણીથી ધોઇ નાખો.
-નારંગી
નારંગીની છાલને તડકે સૂકવી લો. છાલ સૂકાઇ જાય એટલે તેને ક્રશ કરી લો. આ પાઉડરમાં થોડું કાચું દૂધ ભેળવીને લેપ તૈયાર કરો અને ચહેરા પર લગાવો. સૂકાઇ જાય એટલે ચહેરો ધોઇ લો. ચહેરા પર નવી તાજગીનો અનુભવ થશે.
-લીંબુ
લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે. લીંબુના રસમાં થોડો ચણાનો લોટ ભેળવીને તેની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવી દો. સૂકાઇ જાય એટલે ઠંડા પાણીથી ચહેરો ધોઇ લેવો.
કંઇ કેટલાય શાકભાજી અને ફળ એવા હોય છે, જે સ્વાદ તેમ જ સ્વાસ્થ્ય તો પ્રદાન કરે જ છે. તે સાથે તેમાં એવા અનેક ગુણ રહેલાં હોય છે, જેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો સુંદરતામાં પણ વધારો થઇ શકે છે. બજારમાં મળતાં કેમિકલયુકત કોસ્મેટિકસના બદલે પ્રાકૃતિક સૌંદર્યપ્રસાધનો સમાન કેટલાક ફળ અને શાકભાજી દ્વારા ત્વચા વધારે ગોરી અને કાંતિવાન બને છે.
No comments:
Post a Comment