*આ બ્યુટિ ટિપ્સ અજમાવી મેળવો રંગતમાં નિખાર
-દૂધને ગુલાબજળમાં ભેળવીને આખા શરીર પર લગાવવાથી ત્વચાનો રંગ નિખરે છે.
-દૂધમાં થોડું મીઠું ભેળવી તેને ચહેરા પર સવાર-સાંજ લગાવવાથી ખીલ થવાની સમસ્યા ઓછી થઇ જાય છે.
-બદામનો પાઉડર, ચણાનો લોટ અને ગાજરનો રસ દૂધમાં ભેળવીને ઉબટણ બનાવીને શરીર પર ઘસો. તેનાથી ત્વચા કોમળ અને કાંતિવાન બને છે.
-દૂધથી હળવા હાથે આખા શરીર પર માલશિ કરવાથી શરીરની ત્વચા કોમળ બનવા સાથે રંગ ખીલે છે.
-નખનો પ્રાકૃતિક ગુલાબી રંગ જળવાઇ રહે તે માટે દર બે-ત્રણ દિવસે નખને થોડા દૂધમાં બોળી રાખો.
-જે મહિલાઓ વાસણ ઘસતી હોય છે, તેમની હથેળીની ત્વચા ખરબચડી થઇ જાય છે. દૂધમાં લીંબુનો રસ ભેળવીને તે હાથ અને આંગળીઓ પર લગાવવાથી હથેળી અને આંગળીઓની ત્વચા કોમળ બને છે.
-હોઠ કાળા પડી ગયાં હોય તો દરરોજ થોડા દૂધથી હળવા હાથે માલશિ કરવાથી ધીરે ધીરે તે કુદરતી ગુલાબી રંગના થઇ જશે.
-જો વધારે પડતા ખીલ થતાં હોય તો અડધી ચમચી કાળા તલ અને અડધી ચમચી રાઇને બારીક લસોટી, તેને દૂધમાં ભેળવીને લગાવો. આ રીતે સતત લગાવવાથી ધીરે ધીરે ખીલ થતાં ઓછા થઇ જશે.
-ચારોળીને દૂધમાં વાટીને આ પેસ્ટ ચહેરા પર લગાવવાથી ચહેરાની ત્વચા કોમળ બનવાની સાથે કાંતિવાન બને છે અને રંગ નિખરે છે.
-આંખો થાકી ગઇ હોય તો રૂનાં પૂમડાંને દૂધમાં બોળી અડધા કલાક સુધી આંખો પર રાખવાથી રાહત મળે છે.
No comments:
Post a Comment