Tuesday, 9 August 2011

શ્યામ વર્ણની ખામીને ખૂબીમાં બદલશે આ ઉપાય


 
હકીકત એ છે કે દુનિયાની કોઈપણ ક્રિમ શ્યામ ચહેરાને ગોરા નથી બનાવી શકતી. પણ તમે તમારા શ્યામ વર્ણને કાંતીમય બનાવી શકો છો તેને એટ્રેક્ટિવ બનાવી શકો છો. અને તેનો ઉપાય પણ પ્રકૃતિ પાસે છે. તેનાથી તમને સ્વસ્થ અને આકર્ષક ત્વચા મળશે.

ત્વચા ગોરી કે કાળી હોવું વધુ મહત્વનું નથી. તે સ્વસ્થ અને તંદુરસ્ત હોવી સૌથી મહત્વની વાત છે. આ રહ્યાં કેટલાંક ઘરેલું નુસખા જે તમારી ત્વચાને કાંતીમય બનાવી શકે છે.

મોંઘી અને ક્યારેય નુકસાનકારક પરિણામ આપનારી કોસ્મેટિક ક્રીમને બદલે નીચે આપેલ આસન ઘરેલુ ઉપાયને અજમાવીને તમે ચોક્કસપણે પોતાના ચહેરાની સુંદરતા અનેકગણી વધારી શકો છો.

આસાન અને ઘરેલુ ઉપાયઃ-

*લીંબુ અને સંતારાની છાલને સૂકવીને ચર્ણ બનાવી લો. આ પાવડરને અઠવાડિયામાં એકવાર મલાઈ કે દૂધમાં મેળવીને લગાવો, ત્વચામાં આકર્ષક ચમક આવી જશે.

*ચારોળીને દૂધમાં વાટીને આ પેસ્ટ ચહેરા પર લગાવવાથી ચહેરાની ત્વચા કોમળ બનવાની સાથે કાંતિવાન બને છે અને રંગ નિખરે છે

*કાચા બટાટાની છાલ ઉતારીને તેને છીણી લો. તેને મલમલના કપડામાં ચુસ્ત રીતે બાંધી દો. આને 5 મિનીટ સુધી તમારા ચહેરા પર ગોળ ગોળ ફેરવો અને પછી તમારો ચહેરો ધોઈ લો.

*તુલસીના સૂકા પાનનો પાવડર અને હળદર મિક્સ કરીને ગુલાબજળ સાથે ફેસપેક તૈયાર કરીને લગાડો.

No comments:

Post a Comment