Friday, 12 August 2011

સંપૂર્ણ તાણમુક્ત રહેવા માટે




શું એક મિનિટ છે?: આજે કોઈને ખુશ કરો. સુંદર સ્મિત આપીને, અભિનંદીને કે કોઈક નાનકડી ભેટ આપીને આજે સદ્ભાવની સુવાસ ફેલાવો. આમ કરવાથી અન્ય વ્યક્તિને જ લાભ થાય છે એવું નથી. તેનાથી આપણને પણ ઘણો આત્મસંતોષ મળે છે.
શું તમારી પાસે બે મિનિટ છે?: તમારા મૂડની ડાયરી બનાવો તમારી બોડી ક્લોકને સમજીને તે મુજબનું આયોજન કરીને વધુ સક્ષમ બનો. તમે વહેલાં ઉઠનારા છો કે રાતના રાજા છો તે તો તમે જાણો જ છો. તમારા શરીરના ચક્રને સમજીને ચાલવાથી તમને ઘણો ફાયદો થશે. પ્રાકૃતિક શારીરિક ઘટનાક્રમનું ચક્ર શરીર, ભાવનાઓ તેમજ સ્મૃતિ-ગ્રહણશક્તિ જેવી બૌદ્ધિક બાબતોનું સંચાલન કરે છે. આ ચક્રને સમજવા માટે ડાયરી બનાવો. રોજ રાત્રે સૂતા પહેલાં દિવસ દરમિયાન તમે અનુભવેલા મૂડના ફેરફારોને નોંધી લો. ચારેક સપ્તાહ બાદ તમે જાણી શકશો કે ક્યારે તમે સૌથી વધુ ર્સ્ફૂિતલા હોવ છો અને ક્યારે તમને સૌથી વધુ આરામની જરૂર હોય છે. કામોનું આયોજન આ ડાયરીની નોંધ પ્રમાણે કરો અને દરેક કામ શ્રેષ્ઠ રીતે કરો. તેનાથી તમને ઓછો થાક લાગશે અને તમે તમારો સમય આનંદપૂર્વક તાવી શકશો.
શું ત્રણ મિનિટ છે?: કૂદવા માટેનું એક દોરડું (સ્કિપીંગ- રોપ) ખરીદો. સ્પોર્ટ્સની શોપમાંથી તે મળી રહેેશે. દોરડાં કૂદવાથી ર્કાિડયોવાસ્ક્યુલર- એક્સરસાઇઝ થશે અને તમારા હાડકાં મજબૂત થશે. શરૂઆત બે મિનિટથી કરો. ધીમે ધીમે ઝડપ અને સમયાવધી વધારો અને તેની સાથે સાથે આનંદ પણ મેળવો. આમ રોજ તેર- ચૌદ મિનિટ ફાળવીને તમારા જીવનને તાણમુક્ત બનાવો.
શું સાત મિનિટ છે?: સર્જનાત્મકતા એ શ્રેષ્ઠ વિશ્રાંતિ છે. કલાકારો ભાગ્યશાળી હોય છે. કારણ કે તેઓની કલા દ્વારા તેઓ આપોઆપ વિશ્રામ પામે છે. ભાવનાઓને સુંદર અભિવ્યક્તિ આપે છે ને અંતે સુખદ પરિણામ મેળવે છે. તમે પણ આવું કંઈક કરી શકો છો. તમે નાના હતા ત્યારે ચિત્રકામ કરતાં હતાં. તમને તે સમયે પરિણામની કોઈ ચિંતા ન હતી. અત્યારે પણ તમારે એવી ચિંતા કરવાની જરૂર નથી. હાથમાં પેન્સિલ લો અને જે સુઝે તે રચના કરો.

No comments:

Post a Comment