Saturday, 6 August 2011

આવી રીતે થાય છે દૂધમાં ભેળસેળ, વાંચીને દંગ રહી જશો!

 
ચોખ્ખા દૂધમાં પાવડર, ઘી ભેળવીને ડેરી ફાર્મમાં સપ્લાય કરતા હતા
૩ હજાર લીટર દૂધનો નાશ, પાવડર,ઘી,ત્રણ વાહન જપ્ત


પૈસા કમાવવાના આંધળી દોટ લગાવતા પાપીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે. નકલી ઘીના કારખાનાખો પર પોલીસે દરોડા પાડ્યા બાદ આજે નવલનગરમાં દૂધમાં ભેળસેળ કરીને સપ્લાય કરવાના કારસ્તાનનો પોલીસે ભાંડાફોડ કરીને બે સૂત્રધાર સહિત કુલ ૬ શખ્સોની ધરપક કરી છે. દુકાનમાંથી દૂધના પાવડરના ચાર કોથળા, ૧પ કિલો વનસ્પતિ ઘી નો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. તેમજ મિલાવટ કરેલા આશરે ૩૦૦૦ લીટર દૂધનો નાશ કરવામાં આવ્યો હતો. દૂધની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતા બે જીપ અને એક છકડો રિક્ષા અને ખાલી કેન, હજાર લીટરની ક્ષમતા વાળી બે ટાંકી કબજે કરવામાં આવી છે.

વિગત એવી છેકે, મવડી વિસ્તારના નવલનગર-૧ માં ભવાની ટ્રેડિંગ નામની દુકાનમાં ચોખ્ખા દૂધમાં મિલાવટ કરીને ભેળસેળ કરેલું ઘી ડેરી ફાર્મમાં સપ્લાય કરવાનું કારસ્તાન ચાલતુ હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.કે.રાણાએ સ્ટાફને સાથે રાખીને ઉપરોકત દુકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસ પહોંચી ત્યારે તૈયાર કરાયેલુ દૂધ ડેરી ફાર્મમાં સપ્લાય કરવા માટે દૂધના કેન છકડો રિક્ષામાં મૂકવાની કામગીરી ચાલુ હતી. સૂત્રધાર રાજુ પ્રવિણ ગોધાણી (રહે. રામ નગર, ગોંડલ રોડ) અને ટપુ ભવાન પ્લોટમાં રહેતો તનો ભાગીદાર જયેશ જયંતિ પટેલ તેમજ આ કૌભાંડમાંસામેલ હુશેન ઓસમાણ ઘાંચી, જગદશિ રાણા બકોતરા અને ગોવિંદ દેવાયત આહિરની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીઓની પૂછપરછમાં બહાર આવેલી વિગત મુજબ, રાજુ અને જયેશ દોઢ વર્ષથી આ ગોરખધંધો કરે છે. અને બે માસ પહેલા જ નવલનગરની દુકાન ભાડે રાખી હતી. ચોખ્ખુ દૂધ મગાવ્યા પછી તેમા જરૂરી માત્રામાં પાવડર અને ઘી ભેળવીને ફેંટ જાળવી રાખતા હતા. વ્હેલી સવારના ૪ વાગ્યે ભેળસેળની કામગીરી કરીને ૯ વાય્યા સુધીમાં ડેરી ફાર્મમાં દૂધ સપ્લાય કરી દેતા હતા. એક લીટર ચોખ્ખા દૂધને ભેળસેળ કરીને સવા થી દોઢ લીટર કરીને તગડો નફો રળતા હતા. પોલીસે આ કૌભાંડ અંગે મ્યુ. કોર્પો.ના આરોગ્ય વિભાગને જાણ કરતા આરોગ્ય અધિકારી પણ તપાસમાં જોડાયા છે.

No comments:

Post a Comment