સલામતીના કવચમાંથી બહાર આવીને દુનિયા જુઓ, નવી આલમ શોધો, નવાં સપનાં સેવો અને ભરપૂર જીવો...
પ્રવાસમાંથી કેટકેટલું પામી શકાય તે જણાવવા લેખક આપણને લઈ જાય છે મલેશિયા, ઇઝરાયલ, બર્મા, અમેરિકા, લંડન અને સ્વિત્ઝર્લેન્ડ.
‘નેશનલ જ્યોગ્રાફિક’ નામના મશહૂર મેગેઝિને ‘જર્નિઝ ઓફ અ લાઈફ ટાઈમ’ નામનો ગ્રંથ પ્રગટ કર્યો છે. તેમાં ૫૦૦ જેટલા વિખ્યાત પ્રવાસીઓના અનુભવ છે. તેમાં સિકંદરનું નામ છે. સિકંદર પાસે પર્શિયન અમ્પાયર હતું.
ગામડાની રતનબાઈએ તેના ઝૂંપડાની બહાર ઝાડની ડાળીએ માટીનું ઠીંબું ટાંગી તેમાં પાણી ભરીને જ્યારે ગીત ગાયું હશે કે, ‘મારાં પ્રેમીપંખીડાં તમે આવજો કે જંગલમાં મારી ઝૂંપડી’, ત્યારે એને ખબર નહીં હોય કે એ પંખીડાં ૩૦૦૦-૪૦૦૦ માઈલ ઊડીને પણ આવે છે. માર્ક ટ્વેઈને યુવાન વયનાં છોકરા-છોકરીને રુચે એવી રોમેન્ટિક સાહસકથાઓ લખેલી. મીસીસીપી નદીને કિનારે જન્મેલા આ લેખક અને પ્રવાસી ભાગ્યશાળી હતા કે તેમને હોડીઓમાં ફરવાનો અને નદીના ટાપુઓમાં રહેવાનો મોકો મળ્યો હતો.
તેણે પછી વિશ્વપ્રવાસ કરીને કહ્યું, ‘આઈ ટ્રાવેલ ફોર ટ્રાવેલ્સ સેઈક, ધ ગ્રેટ અફેર ઈઝ ટુ મુવ. હું કોઈ ખાસ હેતુ ખાતર નહીં પણ પ્રવાસ ખાતર જ પ્રવાસ કરું છું... પ્રવાસ કરો, સાથેસાથે કરો... પંખીઓની જેમ ટોળે વળી કરો. પંખીઓને પણ પ્રવાસની નવીનતા સિવાય કોઈ મતલબ હોતો નથી.’ આજથી ૨૦ વર્ષ પછી તમે અગાઉ જે કર્યું તેનો કદાચ પસ્તાવો નહીં થાય પણ તમે જે નહીં કર્યું હોય તેનો પસ્તાવો જરૂર થશે. પૈસા ભેગા કરીને સલામત જિંદગી જીવવા તમારા વતનમાં જ પડ્યા રહેશો અને પ્રવાસનાં જોખમથી ડરશો તો ૨૦ વર્ષ પછી તમને પસ્તાવો થશે કે પ્રવાસ શું કામ ન કર્યો?
ઇઝાબેલા બર્ડ નામની બ્રિટિશ મહિલા પ્રવાસીની વાર્તા દર વર્ષે માર્ચ મહિનામાં યુરોપનાં બાળકોને, અને ખાસ તો યુવતીઓને કહેવાય છે. ઇઝાબેલા બર્ડ ૨૧ વર્ષની થઈ. બીમાર પડી. ડોક્ટરો સારી કરી શક્યા નહીં. તેને ભગવાને સરસ બુદ્ધિ સૂઝાડી. તે જગતપ્રવાસે નીકળી પડી. સૌથી પહેલાં એશિયા પસંદ કરીને જાપાન, ચીન, કોરિયા, તિબેટ, મલેશિયા અને ભારતનો પ્રવાસ કર્યો. ભારતમાં તેને હૃષીકેશમાં તપસ્વી મળ્યા. તિબેટમાં બુદ્ધિસ્ટો મળ્યા. મનન અને યોગથી પોતાનો રોગ દૂર કરીને તેણે છેક ચીનની યાંગત્સે નદીમાં તરાપામાં સફર કરી.
રોયલ જ્યોગ્રાફિક સોસાયટીની તે પ્રથમ મહિલાસભ્ય બની. ઊંટ, ગધેડા, બળદગાડાં, પગપાળા એમ દરેક જાતની ટ્રીપ તેણે કરી છે. યાંગત્સે નદીમાં કાચા તરાપામાં ૬૬ વર્ષની વયે મુસાફરી કરવાનું સાહસ કર્યું. ૭૨ની વયે તે એક નવા પ્રવાસની તૈયારી કરતી હતી ત્યારે હૃદયરોગનો ઝટકો આવતાં મરી ગઈ. સામાન બાંધેલો પડ્યો હતો. છેલ્લાં ૨૦૦૦ વર્ષથી મહાન સિકંદર આપણને પ્રવાસી થવાની પ્રેરણા આપે છે.
‘નેશનલ જ્યોગ્રાફિક’ નામના મશહૂર મેગેઝિને ‘જર્નિઝ ઓફ અ લાઈફ ટાઈમ’ નામનો ગ્રંથ પ્રગટ કર્યો છે. તેમાં ૫૦૦ જેટલા વિખ્યાત પ્રવાસીઓના અનુભવ છે. તેમાં સિકંદરનું નામ છે. સિકંદર પાસે પર્શિયન અમ્પાયર હતું. ત્યાં અટક્યો નહીં. હજી ટિનેજર હતો ત્યારે જ ઘોડા ઉપર ફરીને સમરકંદથી બેબીલોનની ૨૨,૦૦૦ માઈલની અને તે પછીય સતત મુસાફરી કરતો જ ગયો. ત્યારે વિમાનો નહોતાં. માત્ર બુકેફ્લાસ નામનો ઘોડો હતો. અનેક પ્રવાસ કરીને નવા મુલક સર કરીને ૩૨ની ઉમરે મર્યો ત્યારે માર્બલની કબર પર કૂદકા મારતો ઘોડો ચીતરીને ઘોડાનેય અમર કર્યો.
મને જ્યારે ‘અહા! જિંદગી’ના સંપાદકે પ્રવાસના મહત્વ વિશે લખવાનું કહ્યું ત્યારે જ ‘આર્ટ ઓફ ટ્રાવેલ’ નામનું અલેન દ બોટનનું પુસ્તક મારા હાથમાં આવેલું. ‘ગાર્ડિયન’, ‘ન્યુયોર્ક ટાઈમ્સ’, ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ અને જર્મન સામયિક ‘ડાઈવેસ્ટ’માં તે પુસ્તકના રિવ્યુ છપાયા છે. તેમાં લખ્યું છે કે કોલંબસ જ્યારે અજાણી ભૂમિને શોધવા ચાલી નીકળ્યો ત્યારે અમેરિકા પહોંચ્યો તેની તેને ખબર નહોતી. માર્કોપોલો અજાણી ભૂમિમાં જઈને જેલ ભોગવી ચૂકેલો.
જગતનો ઇતિહાસ સ્ત્રી અને પુરુષોના પ્રવાસના સાહસથી ભરપૂર છે. કેપ્ટન કૂકથી માંડીને લિવિંગ્સ્ટન અને માર્કોપોલોનાં સાહસો વાંચવા મળે છે. અમારે બી.કોમ.માં લિવિંગસ્ટનનાં ગધેડા ઉપરના પ્રવાસનું પુસ્તક પાઠ્યપુસ્તક તરીકે ચાલતું. આજે યુરોપમાં દર રવિવારે બાળકો માટે રેડિયો નેશનલ ઉપર ‘ગ્રેટ ટ્રાવેલર્સ’ની સીરિઝ સંભળાવાય છે. તેમાં હીરોડોટસથી માંડીને આધુનિક પ્રવાસીઓનાં પ્રવાસવર્ણનો સંભળાવાય છે.
મોડેમોડે આપણા ગુજરાતીઓ પ્રવાસ કરતાં શીખ્યા છે. હેન્રી ફોર્ડે અંગ્રેજીમાં આપેલું તેવું સૂત્ર તો આપણે ત્યાં પણ પ્રચલિત હતું- ‘જીવ્યાં કરતા જોયું ભલું, બચાવ્યાં કરતાં વાપર્યું ભલું.’ મહાન સ્પેનિશ ફિલોસોફર જ્યોર્જ સન્તાયને ‘ધ ફિલોસોફી ઓફ ટ્રાવેલ’ પુસ્તક લખેલું. અમે નાના હતા ત્યારે ‘ખભે કોથળો અને દેશ મોકળો’ તેવાં વાક્યો સાંભળતા. ઘણા ગામડિયા બસ-પ્રવાસ કરવામાં જ માનતા. સામાનમાં માત્ર કોથળો હોય. કોથળામા થોડા વાસણ હોય. એ કોથળો પાથરણું બની જાય.
બીજી કહેવત છે- ‘ખાવું ખંઢેરે અને સૂવું સરતાનપરામાં’. આવું જ જીવન જ્યોર્જ સન્તાયનનું હતું. સ્પેનમાં જન્મીને અમેરિકા ગયા. ફરતા ગયા. ફરતા ગયા. ૮૯ વર્ષે છેક રોમમાં મર્યા. તેમણે લખેલું ‘ધ વર્લ્ડ ઈઝ ટુ મચ વીથ અસ એન્ડ વી આર ટુ મચ વીથ અવર સેલ્વઝ. વી નીડ સમ ટાઇમ્સ ટુ એસ્કેપ ઈન્ટુ ઓપન સોલિટયુડ.’ આપણે આજુબાજુના સલામત પાડોશમાં બહુ રહ્યા. અરે, આપણી સાથેય બહુ રહ્યા, પણ કોઈ કોઈ વખત આપણે આપણા પોતાનાથી વિખૂટા પડી કોઈ ખુલ્લા એકાંતમાં નાસી જવું જોઈએ અને આપણી જાતને શોધવી જોઈએ. કોઈપણ હેતુ વગર જ પ્રવાસ કરવો જોઈએ.
તેમણે પ્રવાસને માટે અતિ ઉમદા વાત કરેલી- ‘ટ્રાવેલ ઈઝ એ મોરલ હોલીડે!’ કેટલી સાચી વાત છે. મુસાફરી કરવી તે એક જાતની નૈતિક કે ધાર્મિક રજા છે. હું તો કહું છું કે પ્રવાસ, જેને આપણે યાત્રા કહીએ છીએ, તે ધાર્મિક ફરજ છે. તમે જાણો છો, જહોન સ્ટેનબેકને સાહિત્યનું નોબેલ પ્રાઈઝ મળેલું તે ‘ટ્રાવેલ વીથ ચાર્લી’ નામના પુસ્તકને કારણે મળેલું! તેમાં ચાર્લી નામના પાળેલા કૂતરાને લઈને નવલકથાનું પાત્ર જગતપ્રવાસે નીકળી પડે છે.
મુસાફરી માટે અંગ્રેજીમાં ટ્રાવેલ શબ્દ છે. એ શબ્દનું મૂળ ‘ટ્રેવેઈલ’ (Travail)માં છે. ટ્રેવેઈલ એટલે સફરમાં ‘સફર’ કરવું, અગવડો અને કષ્ટનો સામનો કરવો, અગવડની મઝા લેવી ઘણા જગપ્રવાસીને ટૂર શબ્દ ગમતો નથી. ટુર અને ટુરિસ્ટ શબ્દ લેટિન ભાષાના છે. લેટિનમાં એને ‘ટોરનેર’ કહે છે. ગ્રીકમાં ‘ટોર્નોસ’ કહે છે. એનો મતલબ છે, આ જગતની ધરી ઉપર ફરવું. પૃથ્વી ફરે છે તેમ ફરવું. ટુરિસ્ટોના આંકડા ૨૦૦૮માં કઢાયા તો માલૂમ પડ્યું કે જગતમાં ૯૨.૨ કરોડ જેટલા ઈન્ટરનેશનલ ટુરિસ્ટોએ જગતપ્રવાસ કરેલો. પ્રવાસ ચેપી છે. એક કરે. બીજાને મન થાય. ત્રીજો પ્રવાસ માટે પૈસા ભેગા કરવા માંડે.
ધ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુટીઓ) નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ કહેલું કે ૨૦૦૯માં મલેશિયા એવો દેશ છે જ્યાં સૌથી વધુ જગતમુસાફરો આવેલા. ટુરિઝમમાં લોકોએ ૨૦૦૮ના વર્ષમાં ૯૪૪ અબજ ડોલર ખર્ચેલા. ઈજિપ્ત, ગ્રીસ, લેબનોન, સ્પેન, મલેશિયા અને થાઈલેન્ડ તેમ જ મોરેશિયસ જેવા દેશો ટુરિસ્ટો ઉપર જ જીવે છે. પ્રવાસના લાભ કે પ્રવાસ થકી માનવને શું મળે છે? સંસ્કૃતમાં કહેવત છે: ‘ચરિત ચરો ભગ:’ ફરે એ ચરે, ઘરે બેઠા રહે તે ભૂખે મરે! ઘરે બેસી રહેનારને આ દુનિયાના જુદા જુદા રંગઢંગ જોવા મળતા નથી. માણસને જ્ઞાનની ભૂખ રહે છે. એટલે જગતપ્રવાસીઓનાં સૂત્રો કહેવાને બદલે હું મારો જ અનુભવ કહું.
હું લગભગ એંશી દેશ ફર્યો છું તો તેમાંથી મને શું મળ્યું? પ્રવાસમાં કોઈ ધનનો દોથો મળતો નથી. અનુભવ મળે છે. માનવીના હૃદયનું ઊંડાણ, ઉદારતા અને મદદ કરવાની ભાવના જોવા મળે છે. સૌથી ખાસ મને પ્રવાસ થકી ‘સબસે હીલમીલ ચાલીએ નદી નાવ સંજોગ’ની ભાવના અપનાવવા મળી છે. બચપણથી જ મારાથી કોઈ નારાજ થાય તે ગમતું નથી. ઉદાર મનથી ઘણાએ મને માફ કર્યો છે તેથી હું બીજાને માફ કરતાં શીખ્યો છું, પરંતુ પ્રવાસમાંથી મને કેવા કેવા અનુભવો થયા છે તે જલદીથી કહેવા માંડું.
1- મને હીરાના વેપારી મફતલાલકાકાએ એન્ટવર્પમાં મહેમાન બનાવ્યો. મારે એન્ટવર્પથી બેલ્જિયમ-ફ્રાંસ જવું હતું. પેરિસ જોવું હતું. મફતકાકાના મોટા પુત્રને કહ્યું કે ફલાણા દિવસે મારે પેરિસ જવું છે. વીસાનું શું? બે દિવસ પછી મેં પાછું તેમને રિમાઈન્ડ કરાવ્યું ત્યારે હળવા શબ્દમાં ઉપાલંભ આપતા હોય તેમ કહ્યું: ‘આ દેશમાં એ શીખવાનું મળે છે કે નિકટના પાત્રને માત્ર તમારે એક જ વખત કહેવું પડે. બીજી વખત કે ત્રીજી વખત કહો તો જ કામ થાય તેવું આ દેશમાં નથી.
તમે કહ્યું પછી તમારી પેરિસ જવાની વ્યવસ્થા તે જ દિવસે, તે જ કલાકે થઈ ગઈ છે... તમે આપણી મોટરમાં જજો. વીસાની જરૂર નથી.’ આમ હું એન્ટવર્ષથી પેરિસ મોટરમાં ગયો. ત્યાં સીન નદીમાં નૌકાવિહાર કર્યું. તેમાં બહુ મઝા ન પડી, પણ નદીને કાંઠે લાઈનબંધ મોબાઈલ બુક શોપ્સ હતી. અહી જૂના-દુર્લભ પુસ્તકો મળતાં હતાં. મને તો જાણે લોટરી લાગી ગઈ. ફેસ્ટિવલ રચાયો. ૨૦ ડોલરની કિંમતનાં પુસ્તકો એક-એક ડોલરમાં મળતાં હતાં.
2- ૮૧ વર્ષની ઉમરે જેમ યાદ આવે છે તેમ ક્રમબદ્ધ નહીં પણ ક્રમ વગર કહું છું. હીરાના વેપારી કીર્તિલાલ મણીલાલ મહેતાએ મને તેલઅવીવ-ઈઝરાયલનો પ્રવાસ કરાવ્યો. ત્યાંનું ડાયમન્ડ બુર્ઝ (હીરાબજાર) જોયું. મેં તે સમયે કીર્તિકાકાને પેલેસ્ટાઈન-વેસ્ટવેકનો જોખમી પ્રવાસ કરવાની ઈચ્છા બતાવી. મને કીર્તિકાકાએ તેમની મોંઘીદાટ મર્સિડીઝ ગાડી આપી અને મેં રણનો પ્રવાસ શરૂ કર્યો. રસ્તામાં મને ચા પીવાનું મન થયું. થર્મોસમાં ચા લેવાનું ભૂલી ગયેલા. ૧૦-૧૫ માઈલ ચાલ્યા પછી અફાટ રણમાં એક ઝૂંપડું દેખાયું. ત્યાં ગયો. ઝૂંપડાંમાં એક બેદુઈન જાતની વૃદ્ધા હતી. મને જોઈ હરખધેલી થઈને ભેટી પડી. પરસ્પરની ભાષા જાણતા નહોતા. તેણે મને ચૂલા ઉપર કાળી કોફી ઉકાળી આપી. તેમાં ખાંડને બદલે મીઠું નાખીને બ્રેડ સાથે ખાધી. ત્યારે મને થયું કે માનવી અગવડોમાં રહે છે ત્યારે વધુ પ્રેમાળ બને છે.
3- એકવાર મલેશિયાથી મારે બેંગકોક જવું હતું. હિંમતકાકાએ કહ્યું કે તને પિનાંગથી બેંગકોકની વિમાનની ટિકિટ અપાવી દઉં, જલદી અને સલામત રીતે પહોંચી જઈશ. મેં પૂછ્યું, ‘કેમ, બીજો કોઈ રસ્તો છે? કહે, ‘હા, પિનાંગથી ટ્રેનમાં બેંગકોક જવાય છે, પણ બહુ અગવડ પડશે. રસ્તામાં કદાચ ધાડપાડુ પણ આવે.’ મેં ટ્રેનની સફર પસંદ કરી. હું પ્રવાસ શોખીનોને ભલામણ કરું છું કે એક વખત સિંગાપોર પિનાંગથી બેંગકોકની ટ્રેનની મુસાફરી કરે (જો અત્યારે સર્વિસ ચાલુ હોય તો.) ઘણા લોકો જાણતા નથી કે ન્યુઝીલેન્ડ આખું ટ્રેનમાં ફરી શકાય છે.
યુરોપમાં આલ્પ્સ પર્વતને ચડીને જતી રેલવેમાંથી પર્વત જોઈ શકાય છે. ટીજીવીની મશહૂર ટ્રેનમાં પેરિસથી આખું યુરોપ જોઈ શકાય છે. મારો સિંગાપોર-પિનાંગ-બેંગકોકનો અનુભવ ૧૨૮૨ માઈલનો છે. આ ટ્રેનમાં તમને એશિયન-યુરોપિયન ખાણું મળે છે. આજુબાજુ બસ લીલાછમ્મ પર્વતો જ પર્વતો અને ખીણો દેખાય. આંખ લીલોતરીથી ભરાઈ જાય. સિંગાપોરથી વચ્ચે પિનાંગ આવે ત્યાં તમે પિનાંગ હિલ્સ ચઢીને કુદરતની મલેશિયા પરની કૃપા જોઈ શકો. ઈસ્ટર્ન એન્ડ ઓરિયેન્ટ એકસપ્રેસની ટ્રેન ૨૦૦૪ સુધી ચાલતી હતી, આજે ખબર નથી. ત્રણ દિવસ અને બે રાતના ત્યારે ૯૬૦ સ્ટર્લિંગ પૌંડ (એક પૌંડના આશરે R ૮૦) લેવાતા હતા. તમને બેંગકોકનું ભવ્ય વિરાટ સ્ટેશન જોવા મળે. સ્ટેશનમાં જ તમને ૧૩૫ દેશોના નાગરિકો જોવા મળે.
4- મલેશિયામાં કાકાની પેઢીમાં કામ કરતો હતો ત્યારે મારી પરમિટ પૂરી થતાં ઈન્ડિયા પાછું ફરવાનું હતું. મેં વિમાનને બદલે કલકત્તા બંદરે જતી સ્ટીમર હાલડોરમાં જવાનું પસંદ કર્યું. જળરસ્તે ચિત્તાગોંગ બંદર (ચટગાંવ) અને રંગુન બંદરે આવતાં હતાં. ચટગાંવમાં ગુજરાતી મેમણોની મહેમાનગતિ માણવા મળી. ચટગાંવમાં આપણા જામનગરના મેમણો વેપાર કરતા હતા. ત્યાં મારા મેમણ યજમાન મોટા વેપારી હતા. સવારે તેની પેઢીમાં જુદી જુદી કોમોડિટી ખરીદનારા સોદાગરો - દલાલો આવે.
મારા વયોવૃદ્ધ યજમાન લાકડાની મોટી પાટ પર બેસે. સામે બેઠેલા દલાલો આંગળીના સંકેત કરે. મેમણ દાદા પાટ પર બેઠા બેઠા સામેથી આંગળીના સંકેત કરે. એક કલાક સુધી માત્ર આ રીતે સોદા થયા. મેં દાદાને પૂછ્યું ‘કોઈ સોદો કરીને ફરી ન જાય?’ દાદાએ કહ્યું, ‘મરી જાય પણ કોઈ ફરે નહીં.’ આવી વાત મેં પછી વિખ્યાત મેનેજમેન્ટ ગુરુ ચાલ્ર્સ હાન્ડીના પુસ્તક ‘ધ એલિફન્ટ એન્ડ ધ ફ્લી’માં વાંચી હતી. ચીનમાં એક જમાનામાં ક્યારેય લેખિત સોદા થતા નહીં. મૌખિક સોદાઓ જ થતા હતા.
5- લોસ એન્જલસમાં વિશ્વ ઓલિમ્પિક્સ હતી ત્યારે મેં જવાની ઈચ્છા બતાવી. તે વખતે ‘ચિત્રલેખા’માં હરકિસન મહેતા પ્રખર તંત્રી હતા. તેમણે મને મોકલ્યો. અમેરિકામાં એરપોર્ટ પર મને લેવા આવનાર બહાર બે કલાક મારી રાહ જોતા ઊભા રહ્યા. મને પૂછ્યું, કેમ વાર લાગી? મેં કહ્યું, ‘મને સિક્યુરિટીવાળાએ તમામ વસ્ત્રો કઢાવી બે કલાક તપાસ્યો. ઊલટતપાસ કરી.
મેં પછી ઓફિસરને પૂછ્યું: કેમ મારી આટલી ઊંડી તપાસ કરી? હું કોઈ ટેરરિસ્ટ દેખાઉ છું? તો ઓફિસરે કહ્યું: તમારા જૂતાં જુઓ. બન્ને જૂતાંમાં આગલા ભાગ ઘસાઈને મોટા કાણા પડી ગયા છે! ત્યારે મને ભાન થયું કે પત્રકારત્વની ધૂનમાં ૧૯૭૦ના દાયકામાં આખું મુંબઈ જોડા ઘસીને એટલે કે પગે ચાલીને પત્રકારત્વ કરેલું. એરપોર્ટના સિક્યુરિટી ઓફિસરે કહ્યું: પરદેશ જાઓ ત્યારે અપટુ-ડેટ જેન્ટલમેન જેવો ડ્રેસ પહેરો. આ ડ્રેસ-જૂતાંમાં તમે સાવ મુફલિસ લાગો છો!’
ગુજરાતીઓ ખાવાપીવાની તમામ ટેવો અને સાથે રસોડાં સાથે લઈ યુરોપ-અમેરિકાની કંડકટેડ ટૂરમાં જાય છે. આ ચીલો ચાતરીને ‘ડોલ્ફિન એડવેન્ચર - હોલીડે’ તરીકે ઓળખાતી બાળકોને સમૂહમાં સફર કરાવતી કંપનીની વાત કરું. આ સફરને સસ્તી રખાઈ છે. તેમાં ૯ થી ૧૬ વર્ષનાં બાળકોને સ્વદેશ - બ્રિટન કે વિદેશમાં ફેરવાય છે. બાળકોને બ્રિટનનાં નાનાં ગામડાં બતાવાય છે. ગામડાંમાં ટેનિસ, બેડમિન્ટન, સ્વિમિંગ અને ઘોડેસવારી શીખવાય છે.
‘સ્મિથસોનિયન’ નામનું મેગેઝિન ચલાવતી અમેરિકાની સંસ્થા ભારતની ટૂર રાખતી. તેમાં દ્રષ્ટિ એ હોય છે કે અમેરિકન પ્રવાસીઓને ભારતનાં જંગલ, હિમાલય, પશુપંખી અને નદીઓ બતાવવાં. નેપાળમાં વિહરતા વાઘ બતાવવા. સૌરાષ્ટ્રના સિંહ બતાવવા. આ સ્મિથસોનિયન ટૂરમાં જોડનારા શોપિંગ માટે ભાગદોડ કરતા નથી. તેઓ જ્ઞાનની વૃદ્ધિ કરી ભારત વિષે ઊંડાણથી જાણવા માગે છે. સ્મિથસોનિયન સંસ્થા ચીનની ટૂર કરાવે ત્યારે સાથે એક ઊંચા પગારવાળો સિનોલોજિસ્ટ (ચીન દેશ અને ચીની સંસ્કૃતિનો નિષ્ણાત) મોકલે. ચીનમાં પેકગિં (બીજિંગ) કે શાંઘાઈ શહેરો ઉપરાંત ત્યાંની કલાકૃતિઓ, મંદિરો, પુરાણા ખજાના પણ બતાવે છે.
સ્મિથસોનિયને એક વખત ‘જેમ્સ એન્ડ ડાયમન્ડ ટૂર’ યોજેલી. આફ્રિકા કે યુરોપ કે ભારતમાં જ્યાં જ્યાં હીરા-રત્નોની ખાણ હતી તે સ્થળો જ બતાવેલાં. તે રીતે દૂર પૂર્વની ધાર્મિક ટૂરમાં મલેશિયા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, બર્મા અને કંબોડિયા લઈ જઈને એ દેશોના ધર્મ વિષે જ્ઞાન આપેલું. ‘સ્મિથસોનિયન’ મેગેઝિન હું ૩૫ વર્ષથી મગાવું છું.
૧૯૬૫-૬૬માં હું બર્મા ગયો ત્યારે રંગુનમાં સૌપ્રથમ મેં વિખ્યાત બૌદ્ધ મંદિરમાં જવાની ઇરછા બતાવી. વિશાળ મૂર્તિ સામે એક કૂવો છે. તેમાં બર્માની કરન્સીનો સિક્કો (કયાટ- kyat) નાખીને તમારી અબળખા વ્યકત કરવાની રહે છે. આ જન્મના કે આવતા જન્મના અબળખા પણ વ્યકત કરી શકાય છે. મેં સિક્કો મેળવીને કૂવામાં આવી ભાવના સાથે નાખ્યો : હે ભગવાન! જો મને બીજો જન્મ આપ તો આ બ્રહ્મદેશ (બર્મા)માં આપજે!
સાયન્સ ટૂર
વોશિંગ્ટનથી પ્રગટ થતાં ‘સાયન્સ’ સાપ્તાહિકમાં વિજ્ઞાનીઓને રસ પડે તેવા લેખ હોય છે. ‘અહા! જિંદગી’ના વાચકોમાંથી જેને વિજ્ઞાનલક્ષી ટૂર કરવી હોય તેને માટે હું બે ટૂરની ભલામણ કરું છું.
૧. એક તો લંડન જાવ ત્યારે જે પ્રચલિત સ્થળો ઉપરાંત ‘નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ’ ખાસ જોવું. અહીં એક સ્વિસ મ્યુઝિયમના સહયોગમાં ૩ કિલોમીટર ઊંડે સમુદ્રનાં પાણી (પીચ-બ્લેક વોટર)માં ‘ડીપ’ નામનું પ્રદર્શન ઊભું કર્યું છે. પ્રવાસી ત્રણ કિલોમીટર ઊંડે પાણીમાં જઈ કેપ્સૂલમાંથી સમુદ્રનાં જળચરોનો વિહાર જોઈ શકે છે. વ્હેલ માછલી મરી જાય ત્યારે જળચરો આનંદિત થઈને જે રીતે તેનો આહાર કરી ક્ષુધા નિવારે છે તે દ્રશ્ય જોવા જેવું હોય છે.
૨. આ મહિને સ્વિત્ઝર્લેન્ડના લુઝાને શહેરમાં ઓલિમ્પિક મ્યુઝિયમ યોજાવાનું છે તે જો ત્યાં જવાનું થાય તો જરૂર જોજો. જોકે માર્ચ પછી પણ શાહી રમતગમતને લગતું આ મ્યુઝિયમ રહેવાનું જ છે, પણ આ ટાંકણે ‘એથ્લેટ્સ એન્ડ સાયન્સ’ નામનો પ્રદર્શન વિભાગ પણ ઉમેરાયો છે. રમતગમતની વિવિધ સ્પર્ધામાં હવે વિજ્ઞાન કેટલી મદદ કરે છે, એ જાણવા જેવું છે. સચિનના સાંધા દુખતા હોય કે સેહવાગની કરોડરજજુને હાની થઈ હોય તો વિજ્ઞાન કેવી સહાય કરે છે તે અહીં જોવા મળે છે. રમતગમતનાં તમામ પાસાંને વિજ્ઞાન આભડી ગયું છે. લાંબી કે ટૂંકી દોડમાં ફોટો ફિનિશની નવી નવી રીત અજમાવાય છે. એવી માન્યતા છે કે ૨૧૫૦માં જ્યારે ઓલિમ્પિકસ યોજાશે ત્યારે માનવ - જજો કે રેફરીઓ નહીં હોય. રેફરી તરીકે મશીન જ મશીન હશે. તેની નિશાનીઓ આજેય તમને લુઝાનેના પ્રદર્શનમાં જોવા મળશે.
૩. અમેરિકા જાઓ ત્યારે કેલીફોર્નિયાના સાનડિયેગો શહેરનું ૪૦ હેક્ટરમાં પથરાયેલું પ્રાણી સંગ્રહાલય, વનસ્પતિઓનાં બોટનિક ગાર્ડન, તળાવ વગેરે જરૂર જોવા જજો. (વધુ માટે www.sandiegozoo.org/zoo/ એ સરનામે સંપર્ક કરજો.)

No comments:
Post a Comment