Friday, 12 August 2011

ખરેખરમાં જોડીઓ સ્વર્ગમાંથી જ બની ને આવે છે!


 
-તમારા પ્રેમીને તમારો સાથ મળવો ન મળવો ફ્ક્ત કુદરતની ઈચ્છા છે

કહેવાય છે ને જોડીઓ તો સ્વર્ગમાં બને છે અને આ વાત હકિકત છે. આપણા વૈજ્ઞાનિકોએ જ આ વાતની પુષ્ટિ કરી દીધી છે. યૂનિવર્સિટી ઓફ કેલીફોર્નિયામાં થયેલાં એક સર્વેમાં બહાર આવ્યું છે કે કોઈપણ જોડીના મળતા પહેલાં જ કિસમતે એ જોડી બનાવી દીધી હોય છે. બાદમાં જ તેમનું મળવાનું થાય છે.

સર્વે પ્રમાણે યુવક-યુવતી એકબીજા પ્રત્યે આકર્ષિત થાય છે તો તે કંઈ અકસ્માત નથી હોતો. સામાજીક, શૈક્ષણિક, આર્થિક અને શારિરીક આકાર્ષણ તો આ માટે જવાબદાર છે પણ આ બધુજ બિજા ક્રમે આવે છે. સૌ પહેલાં તો એક અજ્ઞાત તત્વ હોય છે જે કોઈપણ વ્યક્તિને તેના પાર્ટનર માટે આકર્ષણ પેદા કરે છે.

આ સર્વેમાં લગ્નની તૈયારી કરનારા, વિવાહીત અને છુટાછેડા લીધેલા જોડાઓને શામેલ કરવામાં આવ્યાં હતાં. અને તે બાદ એ પણ જાણવા મળ્યું હતું. છુટાછેડા બાદ ફરી લગ્નકરનારા લોકો પણ તેમના પૂર્વ પ્રેમ પ્રત્યે આકર્ષિત હોય છે. તેઓ તેમના નવા સાથીમાં તેમના પૂર્વ પ્રેમીને જ શોધતા હોય છે.

પ્રેમમાં નાકામિયાબ લોકોના અન્ય જગ્યાએ લગ્ન થાય ત્યારે પણ આ વાત જ જાણવા મળી હતી તેઓ તેમના નવા પ્રેમીમાં તેમના જૂના પ્રેમીને જ તલાશતા હોય છે.

No comments:

Post a Comment