Wednesday, 10 August 2011

ઝુલ્ફોં કે સિવા દુનિયા મેં રખ્ખા ક્યા હૈ!

 


ગયા અંકમાં આપણે વાત કરી કે, સ્ત્રી તથા પુરૂષમાં ટાલ પડવા માટે કયા કારણો ભાગ ભજવે છે હવે આગળ...
કેટલા ઝડપથી વાળ પાતળા થાય?
વાળ ખરવા એ દરેક વ્યક્તિની પ્રકૃતિ પર નિર્ભર કરે છે. ક્યારેક એવું પણ બને કે વાળ ખરી ગયા પછી ફરીથી જાતે જ વાળ ઊગી જાય છે. જ્યારે કેટલીક સ્ત્રીઓને ટાલ પડતા પચીસ વર્ષ લાગે છે. જ્યારે બીજી સ્ત્રીઓને ટાલ થતાં બીજાં પાંચ વરસનો સમય લાગે છે. તદુપરાંત હોર્મોન્સના ઉત્પાદન પર ઋતુઓની અસર પણ જોવા મળે છે. શિયાળામાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સની વૃદ્ધિ વધી જાય છે. ટેસ્ટોસ્ટેરોન જ્યારે ડીએચટીમાં પરિર્વિતત થાય છે ત્યારે વાળની કોશિકાઓ પર પ્રતિકૂળ અસર કરે છે. આ ઉપરાંત સ્ત્રીઓનો હોર્મોન્સનો ઘટનાક્રમ દર મહિનાનો હોય છે.
ઉપચાર
પુરુષોને જ્યારે ટાલ પડે છે ત્યારે ચામડીનો ભાગ સાફ દેખાતો હોય છે અને માથાની એ જગ્યા પર તદ્દન વાળ દેખાતા નથી. જ્યારે સ્ત્રીઓને સાવ ટાલ પડતી નથી, પણ વાળ ઊતરે છે અથવા પાતળા વાળ ઊગે છે. કોશિકાઓનો સંપૂર્ણ વિકાસ ન થતાં નિશ્ચિત ચામડી પર વાળ ઓછા થાય છે અથવા વાળ ઊગતા નથી. આ માટે પ્રાકૃતિક સારવાર હંમેશાં ઉત્તમ છે. હોર્મોન્સ રિપ્લેસમેન્ટ થેરાપી વાળનો જથ્થો વધારવા માટે એક વિકલ્પ છે, પરંતુ તેનાથી આડઅસરની પણ સંભાવના રહે છે. ડોન્ગ ક્વોઈ કોમ્પ્લેક્ષ એ ડોન્ગ ક્વોઈ છોડમાંથી મળી આવે છે. તેમાં પ્રાકૃતિક ઓએસ્ટ્રોજીન હોર્મોન્સ રહેલા છે. જ્યારે શરીરમાં ઓએસ્ટ્રોજીનના ઘટતા પ્રમાણના કારણે વાળ પાતળા થતા હોય ત્યારે તે અસરકારક પરિણામ આપે છે. એન્ડ્રોજનની સારવાર માટે સેરેનોવા કોમ્પ્લેક્ષ (તાડના ઝાડના ફળનો રસ કે ડાળ જેને હોર્સટેઈલ કહેવામાં આવે છે તેમાંથી મળતા રસ) પરિસ્થિતિ સુધારવામાં અકસીર છે. ખરતા કે પાતળા થતા વાળ માટે ટ્રાઈકો ચેકથી ચોક્ક્સ નિદાન મેળવી શકાય છે. 

No comments:

Post a Comment