ઓકસફર્ડ યુનિવર્સિટીના એક સંશોધન મુજબ વ્યક્તિની લંબાઈ જેમ વધે તેમ તેને ૧૦ પ્રકારના કેન્સર થવાનું જોખમ વધારે રહે છે. આ સંશોધન મુજબ પ્રત્યેક ૪ ઈંચ(૧૦ સેન્ટિમીટર) સામે કેન્સરનું જોખમ ૧૬ ટકા સુધી વધી જાય છે.૧૦ લાખથી વધુ મહિલાઓ પર કરાયેલા સંશોધનનું તારણ લેન્સેટ મેગેઝિનમાં પ્રસિદ્ધ થયું છે. તેમાં કહેવાયું છે કે જે રસાયણ લંબાઈ વધારવામાં મદદરૂપ થાય છે તે કેટલીક ટ્યૂમર પણ વધારે છે. જોકે નિષ્ણાતોએ કહ્યું છે કે આ સંશોધનને કારણે લાંબા લોકોએ ગભરાવાની જરૂર નથી. આ અભ્યાસમાં ૧૯૯૬થી ૨૦૦૧ વચ્ચે આધેડવયની ૧૩ લાખ મહિલાઓનો સમાવેશ કરાયો હતો.
No comments:
Post a Comment