Monday, 22 August 2011

આ સરળ નુસખા સ્વાઇન ફ્લુને કરી દેશે છુમંતર

સ્વાઇન ફ્લુ એક અત્યંત ઘાતક બીમારી છે. જે ઘણી વાર મહામારીની જેમ ફેલાય છે અને એક સાથે સેકંડો લોકોને પોતાનો શિકાર બનાવી લે છે.અહીં અમે તમને આયુર્વેદિક અને પ્રાકૃતિક ચિકિત્સાથી જોડાયેલા અમુક ઘરગથ્થુ ઉપાય આપી રહ્યા છે જે સ્વાઇન ફ્લુમાં અત્યંત અસરકારક હોય છે.

તુલસી – રોજ સવારે ઉઠીને 5 તુલસીનાં પાનને ધોઇને ખાઓ.

ગિલોય – ગિલોયએ સરળતાથી કોઇ પણ આયુર્વેદિક દુકાનમાં મળે છે.ગિલોયની એક ફુટ લાંબી ડાળનો હિસ્સો, પાંચ- છ તુલસીનાં પાનને 15 મિનિટ સુધી ઉકાળો. સ્વાદ પ્રમાણે સિંધાળુ કે ખાંડ ભેળવો. નવશેકુ થાય ત્યારે તેને પીવો. આ તમારી રોગપ્રતિરોધક શક્તિને ચમત્કારિક રીતે વધારે છે.

કપુર – મહીનામાં એક કે બે વાર કપુરની ગોળી પાણીની સાથે ગળી જાઓ. બાળકોને કેળા અથવા બાફેલા બટેટામાં મેળવીને પણ આપી શકો છો. યાદ રાખો કે કપુર રોજ લેવું નહિ. સીઝનમાં એક વાર કે મહિનામાં એક કે બે વાર લઇ શકાય છે.

લસણ – લસણની બે કળીઓને રોજ સવારે ખાલી પેટે નવશેકા પાણીની સાથે ચોકક્સ લો. જેનાથી રોગ પ્રતિરોધક શક્તિમાં વૃદ્ધિ થશે.


હળદર
– રાતનાં સુતા સમયે હળદરવાળું દુધ અવશ્ય પીવો.

વિશેષ – કોઇપણ પ્રકારની અસાવધાની અને અસુવિધાથી બચવા માટે આયુર્વેદનાં અનુભવી ચિકિત્સકની સલાહ લો.

No comments:

Post a Comment