Monday, 22 August 2011

સુંવાળી ત્વચાનુ ચાઈનીઝ રહસ્ય શું છે?


બોટોક્સના ઈન્જેકશન- કોલાજન પીણા એ આજકાલ કરચલીઓ દૂર કરવાનો નવો કિમીયો ચાઈનીઝ લોકોએ અપનાવ્યો છે. શાંઘાઈ અને બેંજીંગ અને જાહેરાતોના સૂત્રોમાં એવા વાયદાઓ કરવામાં આવે છે કે - 30 દિવસ સુધી કોલાજન પીણા પીઓ અને બાળક જેવી સુંવાળી ત્વચા મેળવો.

પીળાશ પડતુ દૂધ જેવુ દેખાતુ આ પીણુ ખાટુ-મીઠું લાગે છે પણ સી-ફૂડ જેવુ બિલકુલ નથી લાગતુ.

ચેરીના સ્વાદમાં મળતુ DHC ચાઈનાનુ આ પીણુ હાલમાં બેસ્ટ સેલર છે જેની કિંમત છે 29.8યુઆન (4.58 ડોલર).

દરરોજ રાત્રે સૂતા પહેલા આ પીણાનો એક ઘૂંટડો પીવાથી 10 દિવસમાં જ ત્વચા પર તેની અસર દેખાવા લાગે છે.

પણ ગ્યુઆનઝોન સન યાટ-સેન યુનિવર્સિટી હોસ્પિટલના વાઈસ- ડાયરેક્ટર બિઆન હ્યુવેઈએ એવી શંકા જાહેર કરી છે કે માનવ શરીર બહુ જ ઓછુ કોલાજન ગ્રહણ કરી શકે છે. તેમના મતે શાકભાજી અને ફળો વધુ ફાયદાકારક હોય છે કારણ કે તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે.

No comments:

Post a Comment