Thursday, 18 August 2011

હૃદયના ધબકારાના સંકેત આપતું હાઈટેક ટેટૂ


 
 
નાનું વાયરલેસ ‘પેચ’તૈયાર: વાયરિંગ અને ઇલેકટ્રોનિકની વર્તમાન પદ્ધતિ દૂર થશે

વિજ્ઞાનીઓએ એક નાનું વાયરલેસ ‘પેચ’ તૈયાર કર્યું છે. જે શરીરનું તાપમાન અને હ્રદયના ધબકારા જેવા દર્દીઓનાં મહત્વના સંકેતોનું વધુ સાનુકૂળ રીતે નિરીક્ષણ કરવા માટે એક ટેમ્પરરી ટેટૂ જેવી ચેતવણી આપી શકે છે. આ ઉપકરણ પાછળની સંશોધનકર્તાઓની એક આંતરરાષ્ટ્રીય ટીમે જણાવ્યું હતું કે તેનાથી વર્તમાન મોનિટર્સ માટે ઉપયોગમાં લેવાતી વાયર અને ઇલેક્ટ્રિક સહિતથી ગુંચવડાવાળી પ્રથાને ખતમ કરી નાખશે અને દર્દી માટે નિરીક્ષણની પ્રક્રિયાને વધુ અનુકૂળ બનાવશે.

જર્નલ સાયન્સમાં તેમના સંશોધનની વિગતો આપતાં વિજ્ઞાનીએ જણાવ્યું હતું કે માનવ વાળના માપથી પણ પાતળી ફિલ્મના ઇલેકટ્રોનિક સેન્સર્સને પોલિસ્ટર પર મૂકવામાં આવે છે. બાળકોમાં ટેમ્પરરી ટેટૂ બનાવવા માટે આ પોલિસ્ટર ઉપયોગમાં લેવાય છે.

આ સેન્સર ચામડીની અંદર હલન-ચલન કરી શકે તેટલું લવચીક હોય છે અને ગુંદર વગર પણ ચોટી રહે છે.સંશોધનકર્તાઓએ જણાવ્યું હતું કે પરીક્ષણ દરમિયાન આ ઉપકરણને ૨૪ કલાક માટે ચોટાડી રાખવામાં આવ્યું હતું.આ નવું ઉપકરણ લગભગ બે સપ્તાહ સુધી શરીર પર અથવા તો ચામડીમાં રહી શકશે.

હોસ્પિટલમાં દર્દીઓનું મોનિટરિંગ કરવા ઉપરાંત આ ઉપકરણનો મગજના તરંગો, સ્નાયુઓની ગતિવિધિઓ, ભાષા માટે કંઠનાળનો સ્પર્શ અને ઘા રૂંઝવવામાં મદદ કરવી વગેરે બાબતોનું નિરીક્ષણ કરશે.

No comments:

Post a Comment