Monday, 22 August 2011

છૂટકારો મેળવો બ્લેક હેડ્સથી


શું તમે ડાઘરહિત અને સ્વચ્છ ત્વચા પામવા ઈચ્છો છો? તમારા ચહેરા પરના પરેશાનીરૂપ ખીલથી છૂટકારો મેળવવા ઈચ્છો છો? શું બ્લેક હેડ્સ તમારા ચહેરાની સુંદરતા બગાડી રહ્યા છે? તો આ રહ્યા સરળ ઉપાયો.

ઘણા તબીબી નિષ્ણાતો જણાવે છે કે બ્લેક હેડ્સ એ ખીલની શરૂઆત છે અને તેને કારણે ત્વચા પર ઈન્ફેશન થઈ શકે છે અને બેક્ટેરિયા પેદા થાય છે જે આગળ જતા ત્વચાના છિદ્રોમાં ફેલાય છે.

ઉપાયો

અલગ અલગ ત્વચાના પ્રકાર માટે અલગ અલગ ઉપાયો હોય છે. તૈલીય ત્વચા પર બ્લેક હેડ્સ બહુ જ જલ્દીથી થાય છે. તો તેના ટાળવા માટે તમારી ત્વચાને બને તેટલી વધુ સ્વચ્છ રાખો.

- ત્વચા પરના વધારાના તેલને દૂર કરો. વધુ તેલ વાળો ખોરાક ન ખાઓ અને બની શકે તો તમારા ચહેરા પર સાબુ ન વાપરો.

- જ્યા જ્યા ખીલ થતા હોય અથવા બ્લેક હેડ્સ થતા હોય ત્યા હિસ્સાને વધુ સાવચેતીથી સાફ કરો અને તેનુ ખાસ ધ્યાન રાખો.

- બ્લેકહેડ્સ રિમુવર અથવા એક્ટ્રેક્ટરની મદદથી તરત જ બ્લેક હેડસ નીકળી જશે.

- પૂરતા પ્રમાણમાં પાણી પીઓ. સારી ગુણવત્તા વાળુ ક્લિનઝર અને ફેસ વોશ નો બીજો કોઈ વિકલ્પ જ નથી. તમે સૂતા પહેલા થોડા ગરમ પાણીથી મોં ધૂઓ.

- બ્લેક હેડ્સને કાઢવા માટે ક્યારેય ગરમ તમારા નખ ન વાપરો. એક ગરમ રુમાલ વડે તમારા ચહેરાને ઢાંકો જેથી ત્વચાના છીદ્રોને ખુલવામાં મદદ મળશે.

No comments:

Post a Comment