Wednesday, 10 August 2011

આ સમયે ક્યારેય યોગાસન કે શ્રમવાળુ કામ ના કરતાં!


કહેવત છે કે સારૂ કામ પણ ખોટા સમયે કરવાથી તેનો ફાયદો થવાની જગ્યાએ તે ઉલટું નુકસાન જ પહોંચાડે છે. દરેક કાર્ય કરવાનો એક સાચો સમય હોય છે. પરંતુ ઘણાં કામ એવા હોય છે, જે ખોટા સમયે કરવામાં આવે તો ઘણું નુકસાન પણ વેઠવું પડે છે.

આયુર્વેદ અને યોગશાસ્ત્રોમાં વ્યાયામ અને યોગ-પ્રાણાયામને કરવા અંગે ઘણી મહત્વપુર્ણ સાવધાનીઓ રાખવાનું કહ્યુ છે. આવો જાણો કયા સમય પર વ્યાયામ અને યોગાસન કરવાનાં ફાયદાની જગ્યાએ ઊલ્ટું તે નુકસાન પહોચાડે છે.- જ્યારે તમે કોઇ બીમારીથી ગ્રસિત હોવ.

- કોઇપણ પ્રકારનો નશો કરેલો હોય.

- શરીર ભુખ, ઊંઘ કે બીજા કોઇ કારણે નબળાઇ અનુભવી રહ્યા હોય.

- ભોજન કરવાનાં 5 કલાક વીત્યા પહેલાં ના કરવી.

- ભુખ, તરસ કે થાકની સ્થિતિમાં

- મગજ કે મન ગુસ્સાથી અસંતુલિત હોય ત્યારે પણ યોગાસન અને વ્યાયામ ના કરો.

No comments:

Post a Comment