રશિયા જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર તેમજ ધૂમ્રપાનની જાહેરખબરો પર પ્રતિબંધ મૂકશે. તે સાથે ૨૦૧૩થી સ્ટોરમાં સિગારેટ છાજલીઓ પર પણ મૂકી શકાશે નહિ. આ અંગેનું એક જાહેરનામું રશિયન સરકારે આજે બહાર પાડ્યું હતું. તેમાં જણાવ્યા અનુસાર દેશમાં સિગારેટનું વેચાણ માત્ર ભાવના લિસ્ટ દ્વારા કરવામાં આવશે અને તેને છાજલીઓ પર મૂકી શકાશે નહિ.
સિગારેટ ખરીદવા માગતા લોકોએ માત્ર ભાવના લિસ્ટમાંથી તેની પસંદગી કરીને ખરીદવાની રહેશે. રશિયામાં તમાકુનાં ઉત્પાદનો સામે વિરોધ ઘણો વ્યાપક થઈ રહ્યો છે અને સાંસદો તો જાહેરમાં ધૂમ્રપાન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગણી કરી રહ્યા છે.

No comments:
Post a Comment