Monday, 22 August 2011

જો તમે બદલવા માગતા હોવ તો, તમારી આદત બદલો


સંસારમાં રહીને આપણે કેટલીક આદતોને ઓઢી લઈએ છીએ અને કેટલીક આદતોને જીવવા લાગીએ છીએ. આદતોનો સ્વભાવ હોય છે કે તેને વારંવાર કરવાની ઈચ્છા થાય છે. પુનરાવૃત્તિ આદતનો મૂળ સ્વભાવ હોય છે. મોડા ઊઠવાની આદત હોય તો આગલા દિવસે ફરીથી મોડા ઊઠવાની ઈચ્છા થશે.

આદત અતીત સાથે જોડાઈ અતીતને જ ભવિષ્યમાં પટકવા ઉતારું થઈ જાય છે. આદતથી બચવા માટે પોતાની અંદરના સ્વભાવને સમજવો પડશે. અત્યારે તો આપણે ભક્તિને પણ આદત બનાવી લીધી છે, જ્યારે ભક્તિ સ્વભાવનો વિષય છે.

સામાન્ય રીતે એવું સમજવામાં આવે છે કે જે લોકો ભક્તિ કરી રહ્યા છે, તેઓ કાં તો નબળા છે કાં તો નાના હોદ્દાના વ્યક્તિ છે. આ એક ભ્રમ છે. જેની પાસે સમાપ્ત થવાની ક્ષમતા હશે તેઓ ભક્તિ કરી શકશે, કારણ કે જેટલા આપણે સમાપ્ત થઈશું, એટલા જ આપણી અંદરના પરમાત્માને રૂપ લેવાનો સમય મળશે.

ભક્તિ એક આત્મઘાતી કલા છે. એટલે જેમ જેમ ભક્તિ જીવનમાં ઊતરશે, આપણને આપણી અંદર ઊતરવામાં સુવિધા થશે. મનને નિષ્ક્રિય કરવામાં સહારો મળશે. અત્યારે મન માલિક છે અને શરીર ગુલામ, પરંતુ ભક્તિ ઊતરતાની સાથે જ પરમાત્મા પ્રગટ થવા લાગે છે અને ઈશ્વરની અનુભૂતિની સામે મન ગૌણ બની જાય છે.

મન મૌન થયુ અને આપણી બધી મસ્તી, ધૂમધામ ભૌતિક સફળતાઓ પછી આપણે શાંત રાખશે, પ્રકાશ જ પ્રકાશ રહેશે અને આ પ્રકાશ જ આંતરિક ઉત્સવ કહેવામાં આવે છે. જ્યારે દરેક કામમાં આનંદ આવવા લાગે તો પછી જિંદગીનો અર્થ બદલાઈ જાય છે.

No comments:

Post a Comment