ઉનાળામાં થાક વધારે લાગે છે અને તેના કારણે સ્ફૂર્તિ પણ ઘટી જાય છે અને સુસ્ત લાગે છે. શરીરને મસાજની અને સ્પા દ્વારા સ્ફૂર્તિલું રાખી શકાય છે. મસાજથી શરીરના સ્નાયુઓ ખેંચાયેલા રહે છે. સાથે જ લોહીનું પરિભમણ સારી રીતે થાય છે અને ત્વચા પણ ગુલાબી દેખાય છે. શરીરનો થાક ઓગળી જાય છે. મસાજ અને સ્પાના પણ અલગ અલગ પ્રકારના હોય છે. એમાંથી કર્યું યોગ્ય છે તે પણ જાણવું જોઇએ.
થાઇ મસાજ
થાઇ મસાજ દ્વારા શરીરને કુદરતી રીતે પ્રોટીન મળી રહે તે માટે સિલ્ક બેઝડ પ્રોડકટનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં તાણાવાણા વધારે હોવાથી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્વચાને નુકસાન પહોંચાડી શકતા નથી. એ જ રીતે બોડી સ્ક્રબમાં ૧૮ કુદરતી એમિનો એસિડ હોય છે. તે એન્ટિ એજિંગ હોય છે. ફેશિયલમાં કાકડીનું થાઇ ફેશિયલ લોકો વધારે પસંદ કરે છે. જે લોકો નિયમિત રીતે કસરત કરી શકતા નથી, તેમના માટે થાઇ મસાજ યોગ્ય છે. એમાં એક્યુપંકચર, થાઇનો સિયાથૂ અને યોગ ત્રણેયનો પ્રભાવ લાંબા સમય સુધી રહે છે.
લોમિ-લોમિ મસાજ
એમાં કાંડા અને હથેળીથી વધારે સ્ટ્રોક આપવામાં આવે છે. એની અસર લોઅર બેક અને બેક પર વધારે થાય છે. આનાથી બોડીને આરામ તો મળે જ છે સાથે જ ત્વચા ચમકદાર બને છે. મહિનામાં ત્રણ-ચાર સિટિંગ લેવાથી ઘણો ફરક જોવા મળે છે.
સ્પાથી પણ મળી શકે છે આરામ
સ્પા થેરેપીનો ઉપયોગ તમે ઉનાળામાં તાજગી મેળવવા માટે કરી શકો છો. સ્પા ટ્રીટમેન્ટથી ટેન થયેલી ત્વચા સારી થાય છે અને સાથે જ તન અને મનને પણ આરામ મળે છે. ત્વચા સ્વચ્છ અને ફ્રેશ રહે છે. લોહીનું પરિભમણ પણ સુચારુ રીતે થાય છે.
નોકરિયાત મહિલાઓ માટે સ્પા ખૂબ ફાયદાકારક છે કારણકે એનાથી તમને પોઝિટિવ એનર્જી મળે છે અને તણાવ ઓછો થાય છે. બોડી સ્પા લેવાથી બોડીમાંથી ટોક્સિન નીકળી જાય છે. જો ત્વચામાં કોઇ પણ પ્રકારનું ફંગલ ઇન્ફેકશન થયું હોય તો નિયમિત રીતે સ્પા ટ્રીટમેન્ટ કરાવવાથી તે દૂર થઇ જાય છે. શરીર સ્વસ્થ અને ત્વચા ચમકદાર બને છે.
સ્પા બોડીને રિલેકસ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તમારા શરીરને મસાજની કેટલી જરૂર છે તે પ્રમાણે ધ્યાનમાં રાખીને બોડી મસાજ કરવામાં આવે છે. સ્પામાં અનેક પ્રકારની મસાજ પદ્ધતિઓ હોય છે, જેમાં થાઇલેન્ડનું થાઇ મસાજ, વર્મ સ્ટોન મસાજ અને લોમિ લોમિ મસાજ આ વર્ષે ઉનાળામાંવધારે પ્રચલિત છે.
No comments:
Post a Comment