Friday, 19 August 2011

ગરમીના પ્રકોપથી બચાવો ત્વચાને

 
ઉનાળામાં સૂર્યના તેજ કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો જ્યારે ત્વચા પર પડે છે ત્યારે ત્વચા બળીને કાળી પડી જાય છે. ટેક્નિકલ ભાષામાં તેને ‘સનબર્ન’ કહે છે. સૂર્યના વધુ પડતાં કિરણો ત્વચામાં રહેલા મેલાનિન તત્વનો નાશ કરે છે, જેને પરિણામે ત્વચાનો રંગ બદલાઈ જાય છે. આવી સિઝનમાં ત્વચાની ખાસ દેખભાળથી જ તમે તેને સાચવી શકો છો.

- મુલતાની માટીને પાણીમાં પલાળીને પેસ્ટ બનાવી લો અને ચહેરા પર લગભગ 15 મિનિટ લગાવી રાખો. તેનાથી તમારી શુષ્ક ત્વચામાં ફરીથી પાછો જીવ આવી જશે.

- ફૂદીનાના પાંદડાં કે કાકડીનો રસ કાઢીને ચહેરા પર લગાવો. તેને નિયમિત લગાવતાં રહેવાથી સનબર્નની સમસ્યામાંથી છુટકારો મળશે.

- એક ચમચી અડદની દાળને દહીં સાથે પીસીને બળી ગયેલી ત્વચા પર લગાવો. પછી ૧૫ મિનિટ બાદ ત્વચાને ઠંડા પાણીથી ધોઈ નાખો.

- એક ચમચી દહીં, એક ચમચી મૂળાનો રસ અને એક ચમચી લીંબુનો રસ મિલાવીને એક ફેસ પેક તૈયાર કરો. બળી ગયેલી ત્વચા પર 15 મિનિટ સુધી લગાવી રાખો અને સાદા પાણીથી ધોઈ નાખો.

No comments:

Post a Comment