આ આસન કરવાથી માનસિક અને આધ્યાત્મિક શક્તિઓ જાગૃત થાય છે તથા સતોગુણમાં વૃદ્ધિ થાય છે.
વિધિ – સમતળ જમીન પર આસન પાથરીને શવાસનમાં સૂઇ જવું. પોતાના બંને હાથને જાંઘોની બાજુમાં તથા હથેળીઓને જમીન પર રાખો. પગના ઘૂંટણોથી વળીને તેને ઉપરની તરફ ઉઠાવો તથા પીઠને ખભા સુધી લઇ જાવ. બંને હાથ કમરની નીચે રાખીને શરીરના ઉઠાવેલા ભાગને સહારો આપો. આ ક્રિયા જાળવી રાખો. હવે શ્વાસને રોકશો નહીં, તેને સ્વાભાવિક રુપથી જ ચાલવા દો. યથાશક્તિ પગ અને ધડને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે સીધા રાખો. આ સ્થિતિમાં રોકાયા બાદ પગને જમીન પર પરત લાવો. પગને ઘૂંટણમાંથી વાળીને માથાની પાસે લાવો. હાથને જમીન પર મૂકીને શરીર અને પગને ધીમે-ધીમે ફરીથી શવાસનમાં લાવો. હવે શવાસનમાં શરીરને શિથિલ અવસ્થામાં લાવો. આસન કરતી વખતે આંખો ખુલ્લી રાખો.
સાવધાની- આસનનો અભ્યાસ કરતી વખતે ધૈર્યથી કામ કરો. ઉતાવળમાં આસન ન કરો. આ આસનનો અભ્યાસ પીઠ દર્દ, કમર દર્દ, નેત્ર રોગ અને રક્તચાપના રોગીઓ ન કરે.
લાભ- આ આસનના નિયમિત અભ્યાસથી માનસિક તણાવ, નિરાશા, હતાશા અને ચિંતા દૂર થાય છે. આંખોનો તેજ વધે છે અને ચહેરાની કાંતિમાં વધારો થાય છે. આ આસન કરવાથી સ્ત્રીઓના સ્વાસ્થ્યમાં લાભ થાય છે. સ્ત્રીઓની માસિકધર્મ સંબંધિત બીમારીઓ દૂર થાય છે. સર્વાંગાસનથી શરીરના એ અંગોમાં રક્ત સંચાર વધી જાય છે જ્યાં ઓછો થતો હોય છે. શરીરનું પ્રત્યેક અંગ સ્વસ્થ બને છે. આ આસનના પ્રભાવથી ચહેરા પર કરચલીઓ ઓછી પડે છે. લાંબી ઉંમર સુધી ચહેરાની ચમક જળવાઇ રહે છે. સમય પહેલા વાળ સફેદ નથી થતા. આંખોની જ્યોતિ અંત સુધી જળવાઇ રહે છે. આ આસન કરવાથી માનસિક તણાવ દૂર થાય છે. ક્રોધ અને ચીડીયાપણુ દૂર થાય છે. બાળકોના બૌદ્ધિક વિકાસમાં આ આસન લાભદાયક બને છે. આ આસન કરવાથી માનસિક અને આધ્યાત્મિક શક્તિઓ જાગૃત થાય છે તથા સતોગુણમાં વૃદ્ધિ થાય છે.
વિધિ – સમતળ જમીન પર આસન પાથરીને શવાસનમાં સૂઇ જવું. પોતાના બંને હાથને જાંઘોની બાજુમાં તથા હથેળીઓને જમીન પર રાખો. પગના ઘૂંટણોથી વળીને તેને ઉપરની તરફ ઉઠાવો તથા પીઠને ખભા સુધી લઇ જાવ. બંને હાથ કમરની નીચે રાખીને શરીરના ઉઠાવેલા ભાગને સહારો આપો. આ ક્રિયા જાળવી રાખો. હવે શ્વાસને રોકશો નહીં, તેને સ્વાભાવિક રુપથી જ ચાલવા દો. યથાશક્તિ પગ અને ધડને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે સીધા રાખો. આ સ્થિતિમાં રોકાયા બાદ પગને જમીન પર પરત લાવો. પગને ઘૂંટણમાંથી વાળીને માથાની પાસે લાવો. હાથને જમીન પર મૂકીને શરીર અને પગને ધીમે-ધીમે ફરીથી શવાસનમાં લાવો. હવે શવાસનમાં શરીરને શિથિલ અવસ્થામાં લાવો. આસન કરતી વખતે આંખો ખુલ્લી રાખો. સાવધાની- આસનનો અભ્યાસ કરતી વખતે ધૈર્યથી કામ કરો. ઉતાવળમાં આસન ન કરો. આ આસનનો અભ્યાસ પીઠ દર્દ, કમર દર્દ, નેત્ર રોગ અને રક્તચાપના રોગીઓ ન કરે.
લાભ- આ આસનના નિયમિત અભ્યાસથી માનસિક તણાવ, નિરાશા, હતાશા અને ચિંતા દૂર થાય છે. આંખોનો તેજ વધે છે અને ચહેરાની કાંતિમાં વધારો થાય છે. આ આસન કરવાથી સ્ત્રીઓના સ્વાસ્થ્યમાં લાભ થાય છે. સ્ત્રીઓની માસિકધર્મ સંબંધિત બીમારીઓ દૂર થાય છે. સર્વાંગાસનથી શરીરના એ અંગોમાં રક્ત સંચાર વધી જાય છે જ્યાં ઓછો થતો હોય છે. શરીરનું પ્રત્યેક અંગ સ્વસ્થ બને છે. આ આસનના પ્રભાવથી ચહેરા પર કરચલીઓ ઓછી પડે છે. લાંબી ઉંમર સુધી ચહેરાની ચમક જળવાઇ રહે છે. સમય પહેલા વાળ સફેદ નથી થતા. આંખોની જ્યોતિ અંત સુધી જળવાઇ રહે છે. આ આસન કરવાથી માનસિક તણાવ દૂર થાય છે. ક્રોધ અને ચીડીયાપણુ દૂર થાય છે. બાળકોના બૌદ્ધિક વિકાસમાં આ આસન લાભદાયક બને છે. આ આસન કરવાથી માનસિક અને આધ્યાત્મિક શક્તિઓ જાગૃત થાય છે તથા સતોગુણમાં વૃદ્ધિ થાય છે.
No comments:
Post a Comment