તે સિવાય ઇલાયચીમાં ફલી નિયાસિન અને વિટામીન-સી સહિત અનેક મહત્વપૂર્ણ વિટામીન જોવા મળે છે જે સ્વાસ્થ માટે જરૂરી છે. ઇલાયચી એક ખૂબ જ આકર્ષક ગંઘ છે જે તંત્રિકાઓને શાંત કરી શકે છે. જ્યારે એક વ્યક્તિ ઉદાસ છે, તેને ઇલાયચી નાંખેલી ચા આપવામાં આવે તો ચમત્કારી પ્રભાવ જોવા મળે છે.
ઇલાયચીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. એટલા માટે રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે. સાથે જ ચહેરાની કરચલીઓ પણ પડવા નથી દેતી તથા ચહેરા ઉપર ચમક લાવે છે. ઇલાયચી નાખવાથી એક કપ ચાયના ગુણને અનેક ગણો વધારી છે. ઇલાયચીના કેટલાક અન્ય ઉપયોગ પણ આ પ્રમાણે છે...
-ઇલાયચીમાં ખાસ કરીને દાંતોના સંક્રમણના ઇલાજ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
-આ ગેસમાં રાહત પહોંચાડનાર તથા કલેજુ-યકૃતની જલનને ઠંડી કરે છે.
-ઇલાયચીનું પેસ્ટ બનાવી માથા ઉપર લગાવવામાં આવે તો માથાના દુઃખાવામાં તરત જ લાભ મળે છે.
-તડકામાં જતા પહેલા મોમાં ઇલાયચી જરૂર રાખો.
-મોમાં દુર્ગન્ધ આવતી હોય તો તેનો ઉપયોગ કરો.
-મુસાફરીમાં મોમાં ઇલાયચી રાખો, ઉલટી નહીં થાય.
-શ્વાસની તકલીફ હોયતો મોમાં ઇલાયચી નાખો. આરામ મળશે.
-અસ્થમા અને કફના રોગીઓ માટે ઇલાયચીનો પાવડર મધમાં ભેળવી ચાટવામાં આવે તો ઝડપી લાભ મળે છે.
No comments:
Post a Comment