આધુનિક યુગમાં લોકો ભક્તિ તો કરે છે પણ તેમનામાં જ્ઞાન અને વૈરાગ્યનો અભાવ હોય છે.
સાંભળવામાં અજુગતુ લાગશે પણ આ સત્ય છે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણની કથા અહીંથી જ શરુ થાય છે. આ કથા ભાગવતનું મહાત્મ્ય છે. દરેક ગ્રંથની શરુઆતમાં તેનું મહાત્મ્ય હોય છે. ભાગવતના આ જ મહાત્મ્યમાં આ કથા છે, જ્યારે નારદ મૃત્યુલોક એટલે કે પૃથ્વી પર ભ્રમણ કરે છે ત્યારે તેમને એક યુવતી રડતી દેખાય છે. તેના ખોળામાં માથું મૂકીને બે વૃદ્ધ પુરુષો ઊંઘી રહ્યા છે, બંને નબળા અને બીમાર દેખાઇ રહ્યા છે.
જ્યારે નારદ તે યુવતીને પુછે છે ત્યારે યુવતી જણાવે છે કે બંને વૃદ્ધ પુરુષ તેના પુત્રો છે. આ સાંભળીને નારદને આશ્વર્ય થાય છે. એક જુવાન સ્ત્રીના આટલા વૃદ્ધ પુત્રો કેવી રીતે હોઇ શકે! ત્યારે યુવતી જણાવે છે કે તે ભક્તિ છે એને તેના બંને વૃદ્ધ પુત્રો પહેલા સ્વસ્થ અને યુવાન હતા પણ કળયુગમાં તેમની આ દુર્દશા થઇ છે. બંને પુત્રોના નામ હતા જ્ઞાન અને વૈરાગ્ય. ત્યારે નારદ ભક્તિને શ્રીમદ્ ભાગવતનું શ્રવણ કરવાનો ઉપાય સુચવે છે, જેનાથી તેમના વૃદ્ધ સંતાનો જ્ઞાન અને વૈરાગ્ય ફરીથી સ્વસ્થ અને જવાન થઇ ગયા.
કથા દર્શાવે છે કે કળયુગ એટલે કે આધુનિક યુગમાં લોકો ભક્તિ તો કરે છે પણ તેમનામાં જ્ઞાન અને વૈરાગ્યનો અભાવ હોય છે. જ્ઞાન એટલા માટે નથી હોતું કારણ કે લોકો ધર્મ શાસ્ત્રોનું અધ્યયન કરવાનું છોડી દે છે. જ્ઞાન ન હોય તો મનમાં વૈરાગ્યનો ભાવ નહીં આવે. જ્ઞાન અને વૈરાગ્ય વગર ભક્તિ અધુરી રહેશે. પરમ જ્ઞાન માટે ભાગવતનું અધ્યયન સહુથી શ્રેષ્ઠ ઉપાય છે. તેનાથી આપણને સમગ્ર સૃષ્ટિનું જ્ઞાન થશે અને જીવનને નવી દ્રષ્ટિ મળશે.
સાંભળવામાં અજુગતુ લાગશે પણ આ સત્ય છે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણની કથા અહીંથી જ શરુ થાય છે. આ કથા ભાગવતનું મહાત્મ્ય છે. દરેક ગ્રંથની શરુઆતમાં તેનું મહાત્મ્ય હોય છે. ભાગવતના આ જ મહાત્મ્યમાં આ કથા છે, જ્યારે નારદ મૃત્યુલોક એટલે કે પૃથ્વી પર ભ્રમણ કરે છે ત્યારે તેમને એક યુવતી રડતી દેખાય છે. તેના ખોળામાં માથું મૂકીને બે વૃદ્ધ પુરુષો ઊંઘી રહ્યા છે, બંને નબળા અને બીમાર દેખાઇ રહ્યા છે. જ્યારે નારદ તે યુવતીને પુછે છે ત્યારે યુવતી જણાવે છે કે બંને વૃદ્ધ પુરુષ તેના પુત્રો છે. આ સાંભળીને નારદને આશ્વર્ય થાય છે. એક જુવાન સ્ત્રીના આટલા વૃદ્ધ પુત્રો કેવી રીતે હોઇ શકે! ત્યારે યુવતી જણાવે છે કે તે ભક્તિ છે એને તેના બંને વૃદ્ધ પુત્રો પહેલા સ્વસ્થ અને યુવાન હતા પણ કળયુગમાં તેમની આ દુર્દશા થઇ છે. બંને પુત્રોના નામ હતા જ્ઞાન અને વૈરાગ્ય. ત્યારે નારદ ભક્તિને શ્રીમદ્ ભાગવતનું શ્રવણ કરવાનો ઉપાય સુચવે છે, જેનાથી તેમના વૃદ્ધ સંતાનો જ્ઞાન અને વૈરાગ્ય ફરીથી સ્વસ્થ અને જવાન થઇ ગયા.
કથા દર્શાવે છે કે કળયુગ એટલે કે આધુનિક યુગમાં લોકો ભક્તિ તો કરે છે પણ તેમનામાં જ્ઞાન અને વૈરાગ્યનો અભાવ હોય છે. જ્ઞાન એટલા માટે નથી હોતું કારણ કે લોકો ધર્મ શાસ્ત્રોનું અધ્યયન કરવાનું છોડી દે છે. જ્ઞાન ન હોય તો મનમાં વૈરાગ્યનો ભાવ નહીં આવે. જ્ઞાન અને વૈરાગ્ય વગર ભક્તિ અધુરી રહેશે. પરમ જ્ઞાન માટે ભાગવતનું અધ્યયન સહુથી શ્રેષ્ઠ ઉપાય છે. તેનાથી આપણને સમગ્ર સૃષ્ટિનું જ્ઞાન થશે અને જીવનને નવી દ્રષ્ટિ મળશે.
No comments:
Post a Comment