Friday, 19 August 2011

ચપટી વગાડતા કાઢો હોળીના રંગો

 
હોળીના હુલ્લડમાં સૌ કોઈ મસ્ત બનીને રંગે રમે છે. મિત્રોની સાથે અને કોઈ ખાસને રંગવા માટે થઈને કલર તો લગાડી લો છો પણ પછી ખરી સમસ્યા શરૂ થાય છે આ રંગોને કાઢવાની. ખરેખરમાં એક કવાયત કરવી પડતી હોય છે ધૂળેટીના રંગોને કાઢવા માટે. આ કારણે જ અમુક લોકો તો રંગોથી દૂર ભાગતા હોય છે.

જો કે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે આ બધી ચિંતા છોડીને મન મૂકીને રંગે રમી શકો છો. કારણ કે નીચે આપેલા ઉપાયો અજમાવશો તો ચપટી વગાડતામાં તમારા શરીર પરના બધા રંગો તરત નીકળી જશે.

સાવચેતી:

- ધૂળેટી રમતા પહેલા ખાસ કરીને હાથ-પગ, ચહેરા અને વાળમાં ખૂબ બધુ નારિયેળનું અથવા સરસવનું તેલ લગાડી લો. - આંખોમાં રંગ જાય તો તરત જ ઠંડા પાણીથી ધોઈ લો અને આંખને વધુ મસળો નહી. આમ કરવાથી જલન થઈ શકે છે. ગુલાબ જળ લગાડવાથી આરામ મળશે.

રંગ કાઢવા માટે:

1. સૌથી પહેલા કપડા અને શરીર પરનો કોરો રંગ ખંખેરી લો. ત્યાર બાદ કોરા અને મુલાયમ કપડા વડે શરીર પરનો રંગ કાઢો. વધારે જોર દઈને ન ખસો તેનાથી શરીર પર જલન થઈ શકે છે.

2. નારિયેળનું તેલ અને દહીં સાથે ત્વચાને ધીરે ધીરે સાફ કરી શકો છો.

3. ચણાનો લોટ, મીઠું, તેલ અને મલાઈને પાણી સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને શરીર પર લગાડીને સૂકાવા દો. ત્યાર બાદ ધોઈ લો અથવા..- રંગે રમ્યા પછી નહાવા માટે મુલતાની માટી વાપરો. ત્વચા પર પલાળેલી મુલતાની માટી લગાડો અને થોડી વાર સૂકાવા દો. ત્યાર બાદ તેને ધોઈ લો. રંગ દૂર કરવા માટે સરળતા રહેશે અથવા...- લીંબુનો રસ અને દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને શરીર પર લગાડીને નહાઈ લો. આનાથી પણ રંગ કાઢવામાં મદદ થશે.

4. માથામાંથી કલર કાઢવા માટે બેસન અને દહીં-આંમળા (એક રાત પહેલાથી પલાળીને રાખેલા)થી વાળને ધોઈ શકો છો. આ પછી જ વાળમાં શેમ્પૂ લગાડો.

5. નહાયા બાદ ત્વચા કોરી થઈ જાય છે એવામાં ચહેરા પર મોઈશ્ચરાઈઝર અને હાથ-પગ પર બોડી લોશન લગાડો.

No comments:

Post a Comment