Tuesday, 9 August 2011

ગુણવંતા મધના આટલાં ફાયદા જાણી આપ પણ ચોકી જશો!


- મનુકા વૃક્ષના ફુલમાંથી બનતું આ મધ દરેક દર્દનું અક્સીર ઈલાજ છે

કહેવાય છે ને કે કલ્પવૃક્ષની નીચે બેસીને કરવામાં આવેલી દરેક ઈચ્છા પુરી થાય છે. પણ આજસુધી આવા કોઈ વૃક્ષની ખોજ થઈ જ નથી. પણ હાલમાં જ એક એવા વૃક્ષ વિશે શોધ થઈ છે જેમાં પ્રકૃતિની એક અનોખી ખાશિયત છે. આ વૃક્ષની ખાશિયત તેના ફૂલોમાં છુપાયેલી છે. કારણકે આ ફૂલમાંથી બનેલું મધ વિશ્વનું સૌથી મહત્વનું એન્ટીબાયોટિકનું કામ કરે છે.

આ અદભૂત લક્ષણો ધરાવતા વૃક્ષનું નામ મનુકા છે. જે ન્યૂઝિલેન્ડના જંગલોમાં જોવા મળે છે. વેલ્સ યૂનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સંશોધનથી માલુમ પડ્યું છે કે આ ફૂલોમાંથી બનેલું મધ ખુબ જ અસરદાર છે. આ મધને મધમાખીઓ ન્યૂઝિલેન્ડના મનુકા વૃક્ષોના પરાગરજમાંથી બનાવે છે. આખી દુનિયામાં દરેક પ્રકારના દર્દના ઈલાજ માટે વાપરવામાં આવે છે.

શોધકર્તાઓએ જણાવ્યું હતું કે, મનુકા વૃક્ષના ફુલોમાંથી બનેલા મધમાં બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા ઘણી વધારે છે. તેને હોસ્પિટલમાં જોવા મળતાં કેટલાંક ખુબજ જટલી બેક્ટેરિયાથી લાગતા ઈન્ફેક્શન સામે લડવામાં અસરદાર સાબીત થયું છે.

આ મધ બેક્ટેરિયીને કોશિકાઓ સુધી પહોંચતા અટકાવે છે જે કોઈપણ પ્રકારનાં ઈન્ફેક્શનની સૌથી પહેલું સ્ટેપ હોય છે. આ પ્રયોગથી એ સંકેત પણ મળ્યાં છે કે દવાઓને બેઅસર કરનારા ઈન્ફેક્શનનો ઈલાજ આ મધથી થઈ શકશે. આ મધનો ઉપયોગ એન્ટીબાયોટિક દવાઓ સાથે મેળવીને કરવામાં આવે તો તે અસરદાર સાબિત થઈ શકે છે.

મધના ઉપયોગો

-સામાન્ય મધના પણ કેટકટલાય ગુણો છે
-તમારા ચહેરાનો રંગ નિખારે છે મધ
-સ્વાસ્થ્ય વર્ધક દવા છે મધ દૂધમાં ઘોળી પીવાથી બીમારીઓ દુર રહે છે
-નાના બાળકની પાચન શક્તિ વધારે છે મધ-ડાયાબીટીસના દર્દીઓ ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ કરી શકે છે.
-શરીરનો રેજિસ્ટન્સ પાવર વધારવામાં પણ અકસીર છે મધ

No comments:

Post a Comment