- બદલાતા વાતાવરણમાં પણ અમુક લોકોની ત્વચા ગુલાબ જેવી ખીલેલી હોય છે તો અમુક લોકોની ત્વચા કરમાયેલા ફૂલની જેમ શુષ્ક અને બેરંગી બની જાય છે.
જો તમે પણ તમારી ત્વચાને ફૂલોની જેમ તરોતાજા અને ખીલેલી રાખવા માંગતા હોવ તો અમુક કલાકે ઠંડા પાણીની છાલકો ચોકક્સ મારવાનું રાખો કારણ કે ઠંડા પાણીથી રક્તવાહિનીઓનાં સંકોચનને ખોલે છે, જેનાથી ત્વચા કોમળ અને મૃદુ બને છે. પથારી છોડ્યા બાદ એટલે કે ઊઠતાવેંત જ આ લાજવાબ પ્રયોગ કરો.
- આમ કરવા છતાં પણ જો તમારો ચહેરો નિસ્તેજ લાગતો હોય તો દુધ અને આઇસ ક્યુબસનો ઉપયોગ કરો.નેપકીનને આ મિશ્રણમાં પલાળીને ચહેરા પર આ નેપકીનને થોડી મિનિટ રાખી મુકો.
- મોડા સુવાને કારણે આંખોમાં સોજા આવી જાય છે. ઘણા લોકો આ માટે આઇ ક્રીમ લગાડે છે પણ તે તેટલી અસરકારક નથી.
- તેની જગાએ નાળિયેર તેલનાં અમુક ટીપા લઇને હળવે હાથે મસાજ કરો. સોજા અને કાળા ડાઘા બન્નેમાં તાત્કાલિક રાહત મળશે.
- ઊંઘ પુરી ના થવાને કારણે આંખોની નીચે કાળાં કુંડાળા (ડાર્ક સર્કલ્સ) થઇ જાય છે.જો તમે પણ આનાથી પીડાતા હોવ તો આંખોની પર ખીરા (એક જાતની કાકડી) રાખો અને 8 થી 10 કલાકની ઊંઘ લો.
No comments:
Post a Comment