હવે જેમ કે શિયાળાની શરૂઆત થવા લાગી છે તો તમારે તમારી ત્વચાની કાળજી એ પ્રમાણે લેવાનુ શરૂ કરી દેવુ જોઈએ. આપની મદદ માટે અમે અહીં જણાવીએ છીએ કે કેવી રીતે લઈ શકો તમે તમારી ત્વચાની ખાસ કાળજી શિયાળામાં. આગળ વાંચો.
- બાહરી સંભાળ પહેવા અંદરથી કાળજી લો. પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ બધા જ લોકો આપતા હોય છે જે ખરેખર તમારા આખા શરીર માટે ફાયદાકારક છે. તમારા શરીરમાં જો પાણીનુ પૂરતુ પ્રમાણ હશે તો શરીર બરાબર કાર્ય કરી શકે છે. આનાથી તમારી ત્વચા પણ ચમકશે.
- શિયાળામા તમારી ત્વચાને ચમકતી રાખવા માટે તમારે સારી ગુણવત્તાનુ સ્ક્રબ પણ વાપરવુ જોઈએ. જે તમારી ત્વચા પરથી ડેડ સ્કિનને દૂર કરશે.
- ત્યારબાદ ત્વચા પર મોઈશ્વરાઈઝર લગાડો. સાથે સાથે જેમ કે પહેલા જણાવ્યુ તેવી રીતે કાળજી માત્ર બાહરી ત્વચાની જ નહીં પણ અંદરથી લેવાવી જોઈએ માટે તમારા ખોરાકમાં પણ ધ્યાન રાખો કે તમને તેલ પૂરતા પ્રમાણમાં મળી રહે, ખાસ કરીને શિયાળામાં. તેના માટે તમે રસવાળા ફળો, શાકભાજી, પ્રાઈમરોઝ સિરપ અને ઓલિવ ઓઈલ ખાવાથી તમારા શરીરમાં મોઈશ્વરાઈઝરનુ પ્રમાણ જળવાઈ રહે છે અને ત્વચા પણ ચમકતી રહેશે.
- સારુ કોલ્ડ ક્રિમ, હેન્ડ એન્ડ બોડી લોશન પણ શિયાળા દરમિયાન વાપરવુ જરૂરી છે. તમે નહાતા પહેલા પાણી નહાવાના પાણીમાં થોડા ટિપા તેલ પણ ભેળવી શકો છો.
- જો તમારી ત્વચા બહુ જ તૈલિય ન હોય તો તેલનુ પ્રમાણ ધરાવતુ મોઈશ્વરાઈઝર જ વાપરવું.
- શિયાળામાં પણ તમારે સનસ્ક્રિન પણ લગાડવુ જોઈએ. મોઈશ્વરાઈઝર કે જેમાં SPF ઓછામાં ઓછુ 30 વાળુ લગાડવુ જ જોઈએ જે તમારી ત્વચાને શિયાળાની બધી જ રુક્ષ અસરોથી રક્ષણ કરશે.
- તમારી હાથ અને પગને મોજા પહેરો. વાળને કોરા કરવા માટે હોટ બ્લોઅરનો ઉપયોગ ન કરો કારણ કે આનાથી તમારા વાળ અને શરીર વધુ રુક્ષ અને કોરા થઈ શકે છે.
No comments:
Post a Comment