ભોજનથી આપણને સંતોષ અને ઊર્જા બન્ને મળે છે.ભારતીય સંસ્કૃતિમાં ભોજન પહેલાં મંત્ર બોલવાનું વિધાન છે.શું તમે જાણો છો કે,આખરે ભોજન પહેલાં મંત્ર બોલવાનો શું લાભ થાય છે? શું મંત્રોનો ભોજન પર કોઇ પ્રભાવ પડે છે? કહે છે કે - मननात् त्रायते इति मंत्र: અર્થાત મંત્ર કરવા પર જે શરીરને પ્રાણ આપે કે રક્ષા કરે તે મંત્ર. વૈદિક કાળથી મંત્રજાપની પરંપરા છે. હિંદુ ધર્મમાં જીવનનાં દરેક નાના-મોટા કાર્યોની પહેલાં મંત્રોચ્ચાર કરવાની પરંપરા છે. સવારે ઉઠવાથી લઇને રાતે સુતા પહેલા દરેક કાર્ય પહેલા બોલવામાં આવતા મંત્ર આપણાં ધર્મશાસ્ત્રોમાં અને વેદોમાં છે.એવી જ એક પરંપરા છે ભોજન પહેલાં મંત્ર દ્વારા આભાર વ્યક્ત કરવાની.
આ પાછળ એવું માનવામાં આવે છે કે ભોજન પહેલાં જો ભોજન મંત્ર બોલવામાં આવે તો ભુખ વધે છે, ભોજન વ્યવસ્થિત રીતે સુપાચ્ય થાય છે જેનાથી આખાં શરીરને સકારાત્મક ઊર્જા મળે છે.આપણું શરીર ભોજનથી જ મળતી ઊર્જા પર પુરી રીતે નિર્ભર હોય છે. એવી માન્યતા છે કે ભોજનથી પહેલાં મંત્રોચ્ચારથી જે ઊર્જા મળે છે, તે સકારાત્મક કાર્યોમાં ખર્ચ થાય છે જેનાથી તમને કાર્ય કરવાની બમણી ઊર્જા મળે છે.

No comments:
Post a Comment