Wednesday, 10 August 2011

ફણગાવેલા કઠોળનું સલાડ

ફણગાવેલા કઠોળ મોટા પ્રમાણમાં પોષણ અને ઉર્જા આપે છે. અહીં સલાડની રીત આપવામાં આવી છે જેમાં વિટામીન બી કોમ્પલેક્ષ અને વિટામીન સીની સાથે સાથે મોટા પ્રમાણમાં પ્રોટિન અને કાર્બોહાઈડ્રેટ આપે છે.

સામગ્રી:* 50 ગ્રામ લીલા વટાણા* 50 ગ્રામ મગ * 50 ગ્રામ મઠ

* 50 ગ્રામ ચણા* 50 ગ્રામ મગફળી

* 2 ચીકુ, ટુકડા કરેલુ

* 1 સફરજન, ટુકડા કરેલુ* 2 નારંગી, છોલીને કાપેલી

* 90 ગ્રામ લીલી દ્રાક્ષ

* 2 મૂળા, ટુકડા કરેલા

* 1 ગાજર, ટુકડા કરેલુ* થોડુ કાચુ શાકભાજી ટુકડા કરેલુ

* થોડા પાલકના પાંદડા, સમારેલા

* 1 લીલુ મરચુ, બારીક સમારેલુ

* મીઠુ સ્વાદ અનુસાર ડ્રેસિંગ માટે:

* 300મિલી મલાઈ કાઢી લીધેલું દૂધ અને દહી

* 2 ટેબલસ્પુન સમારેલો ફૂદીનો * 1 લેવલ ટીસ્પુન ખાંડ

* મીઠુ સ્વાદ અનુસાર

રીત:

* સલાડ માટે બધા જ કઠોળને પાણીમાં ઓછામાં ઓછા 6 કલાક સુધી પલાળીને રાખો.

* સારી રીતે નિતારીને તેમને મલમલના કપડામાં બાંધી લો અને પછી તેને 24 કલાક સુધી ફણગવા દો. * જ્યા સુધી તે નરમ ન થાય ત્યા સુધી બાફો.

* બાફેલા કઠોળ અને મગફળીને અન્ય ફળો, શાકભાજી, પાલક, લીલા મરચા અને મીઠા સાથે ભેળવીને ઠંડુ થવા દો.* પીરસતા પહેલા સલાડને હલાવીને અલગ બાઉલમાં ડ્રેસિંગ કરો. * ડ્રેસિંગ માટે દહીં, સમારેલો ફૂદીનો, ખાંડ અને મીઠું મિક્સ કરો. જો ઈચ્છો તો ઠંડુ કરીને ખાઈ શકો.

માથાદીઠ:

કાર્બોહાઈડ્રેટ: 26.9ગ્રામ

ચકબી: 3.4ગ્રામ

પ્રોટિન: 7.6ગ્રામ





હવે ખાઓ ચરબીમુક્ત 'વોટર-ચોકલેટ'

No comments:

Post a Comment