નિયમિત કસરત કરવાથી આપણું સ્વાસ્થ્ય જળવાઇ રહે છે, રોગ આવતા અટકે છે અને હોય તો તેના પર કાબૂ મેળવવો સરળ બને છે. એટલું જ નહીં, શરીર તથા મનને નવા જોમ-ઉત્સાહ મળે છે તથા વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. કેલરી બળવાથી ભૂખ લાગે છે અને ખોરાકનું પાચન પણ બરાબર થાય છે. એટલું જ નહીં, થાક લાગવાથી ઊંઘ પણ સરસ આવે છે. કસરતના શારીરિક, માનસિક એમ અનેક લાભ છે. શરીરના દરેક તંત્ર અને અંગ, પછી તે હૃદય હોય, જ્ઞાનતંત્ર-મગજ હોય, સ્નાયુ-અસ્થિ તંત્ર, પાચન તંત્ર વગેરે પર તેની સકારાત્મક અસરો પડે છે.મિત્રો, કસરત વિશેની સામાન્ય માહિતી અત્રે પ્રસ્તુત છે, જેનો અમલ તમને સુંદર સ્વાસ્થ્ય તરફ લઇ જશે.
બ્રિસ્ક વોક કેવી રીતે કરવું?
‘બ્રિસ્ક વોક (ઝડપથી ચાલવાની) કસરત સરળ, લગભગ દરેક વ્યક્તિ માટે યોગ્ય અને એરોબિક પ્રકારની હોવાથી ઉત્તમ કહી શકાય.‘દરરોજ નિયમિત રીતે ૩૦થી ૪૦ મિનિટ, અઠવાડિયામાં ઓછામાં ઓછું પાંચ દિવસ તો ચાલવું જ જોઇએ.‘ચાલતી વખતે શરીર ટટ્ટાર રાખવું. ચાલવાનું હેતુપૂર્વક અને સ્ફૂર્તિભરેલું હોવું જોઇએ.‘ચાલવાની શરૂઆત ધીમે કરવી. ક્રમશ: ચાલવાની ગતિ વધારવી કે જેથી પાંચેક મિનિટમાં મહત્તમ ગતિએ પહોંચી શકાય. તે જ રીતે છેલ્લી પાંચેક મિનિટ ચાલવાની ગતિ ક્રમશ: ઘટાડવી.
નિયમિત ચાલવાથી થતા ફાયદા
‘ ચાલવાથી કેલરીનું દહન થવાથી ચરબી ઘટે છે, શરીર સુડોળ બને છે અને ચપળતા વધે છે.
‘ચાલવાથી હૃદયના ધબકારાની ગતિ અને બ્લડપ્રેશર ઓછા થાય છે. હૃદયની કાર્યક્ષમતા વધે છે.
‘લોહીમાં ખરાબ કોલેસ્ટેરોલ (LDL) પ્રકારની ચરબી ફાઇબ્રિનોજન તેમ જ પ્લેટલેટના કણોની ચોંટી જવાની પ્રક્રિયા ઘટે છે અને HDL (સારું કોલેસ્ટેરોલ), ફાઇબ્રિનોલીસીન અને પ્લાઝમિન (લોહીના ગઠ્ઠાને ઓગાળનાર તત્વ)નું પ્રમાણ વધે છે. પરિણામે લોહીની નસો સાંકડી થવાની પ્રક્રિયા (એથોરોકલોરોસિસ) ધીમી પડે છે, કંઇક અંશે પાછી પડે છે અને તેથી લોહીની નસો થોડીક ખુલી જાય છે. આમ, હાર્ટ એટેક અને પક્ષાઘાતના રોગની શક્યતા અને ગંભીરતા નોંધનીય પ્રમાણમાં ઘટે છે.
‘ ચાલવાથી ડાયાબીટિસ નથી થતો, પાછો ઠેલાય છે અને થાય તો હળવા પ્રકારનો થાય છે. જો હળવા પ્રકારનો ડાયાબીટિસ થયેલો હોય તો તે મટી જાય છે. ન મટે તો કમસે કમ રોગની માત્રા, ઉગ્રતા તથા દવાઓની જરૂરિયાત ઓછી થાય છે અને ડાયાબીટિસની આડઅસરો નથી થતી અથવા મોડી, ઓછી અને હળવી થાય છે.
‘શરીરમાં રોજબરોજ ઉત્પન્ન થતા ફ્રી રેડિકલ્સ નામના નુકસાનકારક તત્વોનો નાશ થવાથી કેન્સર, એથોરોકલોરોસિસનું પ્રમાણ ઘટે છે.
‘રોગ પ્રતિકારક શક્તિ ટકી રહે છે, વધે છે.
‘મન આનંદિત રહે છે, મુડ સુધરે છે, ડિપ્રેશન દૂર થાય છે.
No comments:
Post a Comment