Tuesday, 9 August 2011

તમારા બાળકમાં પણ સીંચો આવા ખાસ ગુણો...!

-નાનકડો છોટુ ખુબ જ સરળતાથી શિખવી જાય છે 'નસિબમાં નહીં પણ કર્મમાં વિશ્વાસ રાખો'

ફિલ્મ આઈ એમ કલામનો તે નાનકડો છોટુ એટલે કે બધાને પોતાનું નામ કલામ કહેનારો કલામ ભલે રાજસ્થાનનાં એક ઢાબા પર કામ કરતો હોય છે પણ તેના સપના બહું ઉચાં છે.

ભણવાનો શોખ અને કોઈપણ વસ્તુ એક નજરે સમજી શીખી જવાની ગજબની શક્તિ તેનામાં છે. એ કરતાં પણ વધારે તેનામાં નવું નવું શીખવાની ઈચ્છા ભાવના અને ધગશ છે.

એક વખત અબદુલ કલામના ઈન્ટરવ્યું દરમિયાન તેમણે કહેલી વાતો સાંભળીને તેમનો મોટો ફેન થઈ જનાર નાનકડો છોટુ તે વાતો જાણે ગાઠ મારી લીધી છે.
-નસિબમાં નહીં કર્મમાં વિશ્વાસ રાખો સફળતા જરૂર મળશે
-પ્રેસિડેન્ટ કલામ જ્યારે નાના હતાં ત્યારે તેમની પાસે ભણવાના પૈસા ન હતાં તેથી તેઓ છાપુ વેચવાનું કામ કરતાં હતાં.

આ વાત જાણીને છોટુને ખુબ જ નવાઈ લાગે છે અને તે પણ એ વાત સમજી જાય છે કે ભણવા માટે પૈસાદાર હોવું જ જરૂરી નથી જ્યારે આ વ્યક્તિ ગરીબ હોવા છતાં એક દેશનો પ્રમુખ બની શકે છે તો હું મોટો થઈને એક મોટો માણસ કેમ નથી બની શકતો.

કોઈ મોટા બોધપાઠ આપ્યાં વગર જ ફિલ્મ ઘણી સુંદર રીતે સમજાવે છે કે દેશમાં એવા કેટલાંયે બાળકો છે જે ભણવા માંગે છે જેમનામાં ભરપુર ટેલેન્ટ છે બસ તેને બહાર કાઢવાની જરૂર છે.

ફિલ્મમાં સાચુ બોલવું, મિત્રતા કેવી રીતે અદા કરવી, પ્રમાણિક હોવું, મન લગાવી બધા જ કામ કરવા જેવી ઘણી વાતો સહેલાઈથી શીખવવામાં આવી છે ખરેખરમાં આ ફિલ્મ આપના બાળકને એક વખત જરૂરથી બતાવવા જેવી છે.


No comments:

Post a Comment